અમદાવાદ-

છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ચર્ચાનો આખરે અંત આવ્યો છે. આજથી સમગ્ર દેશમાં JEE ની પરીક્ષાની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે અમદાવાદમાં આજે JEE ની પરીક્ષા યોજાવા જઇ રહી છે. જણાવી દઇએ કે, આજથી 6 સપ્ટેમ્બર સુધી JEE ની પ્રવેશ પ્રક્રિયા યોજાશે.

ખાસ સોશિયલ ડિસ્ટેન્સિંગનો ખ્યાલ રાખતા આ પરીક્ષા લેવામાં આવશે. જણાવી દઇએ કે, 38,168 વિદ્યાર્થીઓ આજે JEE ની પરિક્ષા આપશે. અમદાવાદ જિલ્લાનાં 32 કેન્દ્રો ખાતે JEE ની પરિક્ષા લેવાશે. 13 જિલ્લાઓમાં 32 બિલ્ડીંગમાં પરીક્ષા લેવાશે. આ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષાને ધ્યાનમાં લેતા વિદ્યાર્થીઓને માસ્ક અપાશે. 

ઉલ્લેખનીય છે કે, આજથી JEE-NEET પરીક્ષાને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે JEE Main પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા આજે શરૂ થશે જે 6 સપ્ટેમ્બરનાં રોજ પૂર્ણ થશે. પરીક્ષા બે શિફ્ટમાં યોજાશે. સવારે 9 કલાકથી બપોરે 12 કલાક અને બપોરે 3 કલાકથી સાંજે 6 કલાકની વચ્ચે થશે.