દિલ્હી-

નાદાર જાહેર થયેલ એરલાઇન કંપની જેટ એરવેઝને નવો ખરીદદાર મળી ગયો છે. લંડનની એસેટ મેનેજમેન્ટ કંપની કાલરૉક કેપિટલ નાદાર થઇ ગયેલ કંપનીના મલિક તરીકે પસંદ કરવામાં આવી છે. કાલરોક કેપિટલને યુએઈના રોકાણકાર મુરારીલાલ જાલાનનો સાથ મળ્યો છે. કાલરોક કેપિટલના મેનેજીંગ પાર્ટનરે જણાવ્યું હતું કે અમારા કન્સોર્ટિયમને લેન્ડર્સની સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.

જેટ એરવેઝને ખરીદવાની રેસમાં હરિયાણાની ફ્લાઇટ સિમ્યુલેશન ટેક્નિક સેન્ટર,મુંબઈની બિગ ચાર્ટર અને અબુધાબીની ઇમ્પિરિયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના કન્સોર્ટિયમ સામેલ હતા. કાલરોકની વેબસાઈટ અનુસાર કંપની લાદન આધારિત એએમસી છે જે રિયલ એસ્ટેટ,વેંચર કેપિટલ અને વિશેષ પરિસ્થતિઓમાં રસ રાખે છે. આ રીતે મુરારી લાલ જાલાને પોતાની કંપની એમજી ડેવલપર્સ દ્વારા રિયલ એસ્ટેટ,ખાણકામ,ટ્રેડિંગ,કન્સ્ટ્રક્શન, ટ્રાવેલ અને ટુરિઝમ જેવા સેક્ટર્સમાં રોકાણ કર્યું છે.

જેટ એરવેઝ દેશની સૌથી જૂની ખાનગી એરલાઇન્સ કંપની છે, જેનું કામકાજ ગત એપ્રિલથી ઠપ્પ થઇ ગયું છે. કંપની પાસે રોકડની તંગી છે અને દેવાનો બોજ સતત વધી રહ્યો છે. જૂન માસ દરમિયાન કંપની પાસેથી રૂ.800 કરોડ પરત મેળવવા લેન્ડર્સ  હેઠળ કોર્ટમાં ગયા હતા. કાલરોક કેપિટલના મેનેજીંગ પાર્ટનર ઇગોર સ્ટારહાએ કહ્યું હતું કે અધિગ્રહણની ઔપરિચારિક પ્રક્રિયા હવે શરુ થશે અને તેમની કંપની જેટ એરવેઝને ભારતીય એરલાઇન્સના રૂપમાં ચલાવવા ઈચ્છે છે. વિમાન લાઇસન્સની સાથે કંપનીને 6 બોઇંગ 777 એરક્રાફ્ટ પણ મળશે.