વોશિંગ્ટન-

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ખાસ કરીને ઈમિગ્રેશન પોલીસી માટે ભારત તરફે કુણું વલણ ધરાવે છે, એ જાણીતું છે એ જોતાં હવે તેઓ  પહેલા દિવસે ભારતીયો માટે એક મોટા સમાચાર આપી શકે છે. જો બાઈડેન તેમના વહીવટના પહેલા દિવસે ઇમિગ્રેશન બિલ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આમાં દેશમાં કાનૂની દરજ્જા વિના રહેતા એક કરોડ ૧૦ લાખ લોકોને આઠ વર્ષ સુધીની નાગરિકત્વ આપવાની જોગવાઈ રહેશે. એક અંદાજ મુજબ લગભગ ૫ લાખ લોકો ભારતીય મૂળના છે. 

ટ્રમ્પ તેમની કડક ઈમિગ્રેશન પોલીસી માટે જાણીતા હતા.  જો કે બિડેનની ઇમિગ્રેશન પોલીસી આઉટગોઇંગ ટ્રમ્પ વહીવટની કડક ઇમિગ્રેશન નીતિઓ વિરુદ્ધ હશે. બિલ અંગેની માહિતી ધરાવતા એક અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે બુધવારે બાઈડેનનાં શપથ લીધા બાદ આ ખરડો રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાદ તરીકે બાઈડેને ઇમિગ્રેશન અંગેના ટ્રમ્પના પગલાને અમેરિકન મૂલ્યો પર 'કઠોર હુમલો' ગણાવ્યો હતો. 

બાઈડેને કહ્યું હતું કે તે નુકસાનાની ભરપાઈ કરશે. આ બિલ હેઠળ કોઈપણ કાયદાકીય દરજ્જા વિના યુ.એસ. માં રહેતા લોકોની પૃષ્ઠભૂમિની તપાસ ૧ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી કરવામાં આવશે અને જો તેઓ ટેક્સ પૂરો ભરે છે અને અન્ય મૂળભૂત આવશ્યકતાઓને પૂર્ણ કરે છે, તો તેમના માટે અસ્થાયી કાનૂની દરજ્જો પાંચ વર્ષ માટે પાસ થશે અથવા તેમને ગ્રીન કાર્ડ મળશે. આ પછી તેઓ વધુ ત્રણ વર્ષ માટે નાગરિકત્વ મેળવી શકે છે.