માનચેસ્ટર- 

માનચેસ્ટરના મેદાન પર ઓસ્ટ્રેલિયાની સામે ત્રીજી વન ડેમાં ઇગ્લેન્ડના સલામી બેટસમેન જોની બેરસ્ટોએ પોતાની ટીમને માત્ર ડુબતી બચાવી નથી પરંતુ સદી ફટકારીને રેકોર્ડ પણ બનાવ્યો.બેરસ્ટોએ ૧૧૬ બોલમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી.વન ડે કારકિર્દીમાં આ પોતાની ૧૦મી સદી છે આ સાથે જેસન રોય અને જોસ બટલરથી આગળ નીકળી ગયો છે.

ઇગ્લેન્ડ તરફથી સૌથી વધુ સદી

૧૬-જો રુટ

૧૩ ઇયોન મોર્ગન

૧૨- માર્કેસ ટ્રૈસકોથિક

૧૦-જોની બેયરસ્ટો

૦૯-જોસન રોય

૦૯-જોસ બટલર

આ તરફથી ઇગ્લેન્ડ તરફથી સૌથી વધુ વન ડે રન બનનાર ડેવિડ ગાવરનો રેકોર્ડ પણ તોડ્યો.ગાવરે વન ડેમાં ૩૧૭૦ રન બનાવ્યા હતા.જ્યારે જોની બેરસ્ટો અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો.જો વન ડે સીરીઝમાં બીજી મેચ છોડી દઇએ તો પહેલી મેચમાં પણ તેને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

સાઉથહૈમ્પ્ટનના મેદાન પર રમાયેલી પ્રથમ વન ડેમાં તેને ૮૪ રન બનાવ્યા હતા.જ્યારે ત્રીજી વન ડે માં સદી ફટકારી પોતાનું ફોર્મ વધુ મજબુત કર્યુ.બેરસ્ટોના ફોર્મથી સનરાઇજર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી ખુશ થશે કારણ કે બેરસ્ટોએ ગયા વર્ષે સારા રન બનાવ્યા હતા અને આ વખતે પણ આશા છે.