દિલ્હી-

દુનિયાનો કુખ્યાત આતંકી ઓસામા બિન લાદેનનો ત્રણ વાર ઈન્ટરવ્યૂ કરનારા અને મીડિલ ઈસ્ટમાં 40 વર્ષ સુધી યુદ્ધને કવર કરનારા જાંબાજ પત્રકાર રોબર્ટ ફિસ્કનું નિધન થયુ છે. અરબી ભાષામાં બોલતા રોબર્ટ પશ્ચિમી જગતના એ નામી પત્રકારોમાં સામેલ છે, જેણે ઓસામા બિન લાદેનનો ઈન્ટરવ્યૂ પણ કર્યો હતો. ફિસ્ક બાર વર્ષ કરતા પણ વધારે સમય સુધી અંગ્રેજી અખબાર દ ઈંડિપેંડેટ માટે મીડિલ ઈસ્ટના રિપોર્ટ રહ્યા છે. ફિસ્કને મીડિલ ઈસ્ટના કવરેજના કારણે કેટલાય બ્રિટિશ અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા હતા. તેમને સાત વાર બ્રિટનનો વાર્ષિક આંતરરાષ્ટ્રીય પત્રકાર પુરસ્કાર પણ મળ્યો છે.

વયોવૃદ્ધ રોબર્ટ ફિસ્કની ઉંમર 74 વર્ષની હતી, તેમનું નિધન સ્ટ્રોકના કારણે થયુ છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે શુક્રવારે પોતાના ઘરે બિમાર રહ્યા બાદ ડબલિન સેંટ વિન્સેંટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ફિસ્કનો જન્મ ૧૯૪૬માં કેંટ આઈડસ્ટોનમાં થયો હતો. બાદમાં તેઓ આયરલેંડની નાગરિકતા લઈ રાજધાની ડબલિન બહાર ડલ્કીમાં તેમણે ઘર લઈને રહેવાનું શરૂ કર્યુ હતું.

અમેરિકા, ઈઝરાયલ અને પશ્ચિમી વિદેશ નીતિને પોતાની કટાક્ષ ભરી આલોચનાના કારણે વિવાદોમાં પણ રહ્યા હતા. પાંચ દાયકા સુધી બ્રિટિશ અખબારો માટે તેમણે બાલ્કાન, મધ્ય પૂર્વ અને ઉત્તરી આફ્રિકાના યુદ્ધો કવર કર્યા હતા. તેમની મુખ્ય પુસ્તકમાં ધ પોઈંન્ટ ઓફ નો રિટર્ન છે.