ન્યૂ દિલ્હી

જેએસડબલ્યુ એનર્જીએ કહ્યું હતું કે તેનો ચોખ્ખો નફો માર્ચ ૨૦૨૧ ના અંતમાં ચોથા ક્વાર્ટરમાં લગભગ ૧૦૭ કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧ ના ત્રિમાસિક ગાળામાં તેનો એકીકૃત ચોખ્ખો નફો ૧૦૭ કરોડ રૂપિયા રહ્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૧૦૮ કરોડ હતો.

જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧ ના ત્રિમાસિક ગાળામાં કંપનીનો કુલ ખર્ચ ૧,૬૧૪ કરોડ રૂપિયા રહ્યો છે, જે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૦ માં રૂ. ૧,૮૪૮ કરોડ હતો. ૩૧ માર્ચ, ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીની એકીકૃત સંપત્તિ રૂ. ૧૪,૫૦૭ કરોડ રહી છે, જ્યારે તેનું એકીકૃત ચોખ્ખું રૂંણ ૬,૨૦૬ કરોડ રૂપિયા હતું. તેનું કેશ બેલેન્સ સારી સ્થિતિમાં ૨,૧૩૭ કરોડ રૂપિયા રહ્યું છે. 

સંપૂર્ણ નાણાકીય વર્ષનો કંપનીનો ચોખ્ખો નફો જોકે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. ૧,૦૯૯.૯૨ કરોડની તુલનામાં ઘટીને ૭૯૫.૪૮ કરોડ રૂપિયા રહ્યો છે. તે જ સમયે કંપનીની કુલ આવક ઘટીને રૂ. ૭,૧૫૯.૬૫ કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ ૮,૫૫૯.૬૯ કરોડ રૂપિયા હતી. શુક્રવારે મળેલી બેઠકમાં કંપનીના નિયામક મંડળે કંપનીના શેરધારકોને ૧૦ રૂપિયાના ઇક્વિટી શેર પર રૂ. ૨ (૨૦ ટકા) ના ડિવિડન્ડની ભલામણ કરી હતી.