જૂનાગઢ-

શહેર પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે શહેરની ખામ ધ્રોલ ચોકડી પાસે બે શંકાસ્પદ યુવાનો મોટરસાઈકલ પર કોઈ ગુનાને અંજામ આપવા જઈ રહ્યા છે તેવી બાતમી પોલીસને મળી હતી. જેને ધ્યાનમાં લઇને પોલીસ દ્વારા આ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ બે યુવાનને પકડી પાડીને તપાસ કરતાં તેમની પાસેથી હાથ બનાવટની એક પિસ્તોલ અને રિવોલ્વર સાથે જીવતા 41 કારતુસ મળી આવ્યા હતા. જેનો કબજો કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લાં કેટલાંક દિવસોની અંદર જૂનાગઢ શહેર અને જિલ્લામાંથી 10 કરતાં વધુ ગેરકાયદે હથિયાર પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે વધુ બે હથિયારની સાથે 41 જેટલા જીવતા કારતુસ મળી આવ્યા છે. જેને લઇને જૂનાગઢ પોલીસ પણ ચોંકી ગઇ છે. તેમજ સમગ્ર મામલે ગેરકાયદેસર હથિયાર વહેંચતી કોઈ ગેંગ જૂનાગઢમાં કામ કરતી હોય તેવી પ્રબળ શંકાને આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં વધુ કેટલાંક આરોપીઓને આગામી દિવસોમાં પોલીસ દ્વારા પકડવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે.

જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં શહેર પોલીસ દ્વારા હાથ બનાવટના બે હથિયાર અને 41 જીવતા કારતુસ સાથે બે વ્યકિતઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે શહેરના ખામધ્રોલ ચોકડી પાસેથી બે યુવાનની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હથિયાર સપ્લાયનો આંતરરાજ્ય નેટવર્ક હોવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.