જૂનાગઢ-

જિલ્લાની જેલમાંથી કાચાકામના એક કેદી પાસેથી મોબાઇલ મળી આવતા જેલ પ્રશાસને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેલની નિયમિત રીતે જેલના કર્મચારીઓ દ્વારા દરરોજ તપાસ થતી હોય છે ત્યારે  જેલ કર્મચારીઓની નિયમિત તપાસ દરમિયાન બેરેક નંબર 12 થી કાચાકામના એક કેદી પાસેથી મોબાઇલ મળી આવ્યો છે, જેને લઇને જેલ પ્રશાસને પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લા જેલની સાથે અન્ય જેલમાંથી પણ નિયમિત અને સમયાંતરે મોબાઈલ ફોન કેદીઓ પાસેથી મળી આવતા હોય છે. પોલીસની તપાસ દરમિયાન જેલની અંદર મોબાઈલને લઈને ખુલાસાઓ થતા હોય છે. દર વખતે ફરિયાદ પણ નોંધાવવામાં આવતી હોય છે તેમછતાં જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો હજુ પણ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા જેલમાંથી કાચા કામના કેદી પાસેથી ગત બુધવારના રોજ મોબાઇલ મળી આવ્યો હતો. જેથી જિલ્લા જેલ પ્રશાસને એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે.