જૂનાગઢ-

જૂનાગઢ જીલ્લાના માંગરોળની લક્ષ્‍મીપ્રસાદ લાગતા દોડધામ મચી ગઈ હતી. માંગરોળ નજીકના દરીયામાં 'લક્ષ્‍મીપ્રસાદ' નામની બોટમાં ૭ માછીમારો માછીમારી કરતા હતા ત્યારે ટર્બો ફાટવાથી આગ લાગી હતી.જો કે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ ટીમે ૭ માછીમારોને આબાદ બચાવી લીધા હતા. જુનાગઢ જિલ્લાના માંગરોળના દરિયામાં એક બોટમાં અચાનક આગ લાગી હતી, ત્યારે બોટમાં સવાર તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો. જોકે ઘટનામાં આખેયાખી બોટ બળીને ખાખ થઈ જતાં માછીમારને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, માંગરોળના મધદરિયે લક્ષ્‍મીપ્રસાદ નામની એક બોટમાં કોઈ કારણોસર અચાનક ભીષણ આગ લાગી હતી. જોકે આગ લાગતા જ બોટમાં સવાર 7 જેટલા માછીમારોને અન્ય બોટની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બોટ બળીને ખાખ થઈ ગઈ હતી.