જુનાગઢ-

કોરોના મહામારી વચ્ચે સરકાર ના ઇશારે જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો ની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા ર્છેં યોગ્ય સારવાર પણ આપવા માં આવતી નથી તેમજ મુત્યુ આંક છુપાવર્વાં આવી રહ્યો છે. ત્યારેશહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્વારા પ્રતિક ધરણાં ઉપવાર્સં કરી જે કોઈ જવાબદાર તંત્ર ને ખુલ્લા પાડવા તેમજ સિવિલ હોસ્પિટલ ની બેદરકારી ને હિસાબે અનેક જિંદગી ઓ નો ભોગ લેવાયેલ છે. તેમજ મૃત્યુ ના આંકડા ઓ પણ છૂપાવવા માં આવી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને યોગ્ય સારવાર પણ આપવામાં આવતી નથી ત્યારે જનતા ની વહારે  સિવિલ હોસ્પિટલમાં પ્રતિક ધરણા ઉપવાસ પર બેઠા છે. 

કલેકટર સિવિલ હોસ્પિટલ પર બેસવાથી દર્દીઓનો ઈલાજ નહી કરી શકે. દર્દીની સારવાર માટે કોરોના વોર્ડમાં યોગ્ય ફિજીસ્યન ડોકટરોની ટીમ અને સ્ટાફની જરૂર છે. જે સ્ટાફ તાત્કાલીક જરૂર છે જેથી માનવ જિંદગીને બચાવી શકાય. ઓકિસજન ની લાઈનો વધુ લગાવવાની જરૂર છે. જેથી તમામ કોરોના દર્દીને પૂરતો ઓકિસજન મળી શકે. 

લોકોની જીંદગીનો ભોગ લેનાર નિષ્ઠુર સરકાર સામે અવાજ સરકારના કાન સુધી પહોંચાડવા માટે આજે ધરણાં યોજવામાં આવ્યા દર્દીઓને યોગ્ય ન્યાય સારવાર આપવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું.