જુનાગઢ-

જુનાગઢ જીલ્લામાં યુવાન કેદીઓની સૌથી વધારે હોય છે જ્યાં ખુંખાર કેદીઓ ખુન-લૂંટ, અપહરણ જેવા વધુ કેદીઓને રાખવામાં આવે છે. જ્યારે સૌરાષ્ટ્રના જ જેલ દાયકાઓથી પંકાયેલી છે. છશવારે પ્રતિબંધીત ચીજવસ્તુઓ આ જેલમાંથી મળતી આવતી હોય છે. જુનાગઢ જેલના સ્થાનિક અધિકારીઓ શોધી ન શકયા તેને એલસીબી બ્રાન્ચે પર્દાફાશ કર્યા છે.જુનાગઢ સહિત રવિ તેજા, વાસમ શેટીની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.કે. ગોહિલ અને પીઆઇ ભાટી, પીએસઆઇ જે.કે. વાળા સહિતના સ્ટાફે જીલ્લા જેલમાં સર્ચ કરી જેલમાં રહેલ કાચા કામનો કેદી, બીજો પાકાનો કેદી પોતાના ખીસ્સામાંથી મોબાઇલ સાથે ઝડપાયા હતા અન્ય જગ્યાએથી દાટી દીધેલા મોબાઇલ સહિતના મોબાઇલ, સીમકાર્ડ, ચાર્જર સહિત 10 હજારનો મુદામાલ મળી આવ્યો હતો.

જુનાગઢ જેલમાંથી છાશવારે મોબાઇલ, પાન માવા, ગુટકા, તમાકુ, બીડી, બાકસ મળી આવ્યા છે છતાં તેને અટકાવવામાં જેલ તંત્ર નિષ્ફળ રહ્યું છે અથવા તેમની મીઠી નજર તળે ગમે તે વીટામીન કામ કરતું હોવાનું સામે આવે છે. બહારથી ચીજવસ્તુઓ ફેંકવામાં આવે છે, નિયમિત ખરેખર ચેકીંગ કરવામાં આવે તો ઘણું બહાર આવી શકે તેમ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.જુનાગઢ જેલમાંથી મળી આવેલ 6 મોબાઇલમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં મોહસીનખાન શબ્બીર પઠાણ, રહે. સુરત, બેસ્તાનાવારી આવાસ બ્લોક નં. એ-153 હાલ-જુનાગઢ જીલ્લા જેલ બેરક નં.3 પાસેથી એક મોબાઇલ રૂા.5000નો મળી આવ્યો હતો અન્ય આરોપી સાગર નારાણ ગઢીયા કોળી (ઉ.વ. 22, રહે. આંકોલવાડી-તાલાલા)ની સાથે અન્ય આરોપીએ જેલ સર્કલ નં.3 પાછળ અવાવરૂ જગ્યામાં મોબાઇલ સંતાડેલ મળી આવ્યો હતો તેવી રીતે જીલ્લા જેલ સર્કન નં.1બીમાંથી 3 મોબાઇલ મળી આવ્યા હતા જેની તપાસ એ ડીવીઝન પીએસાઇ વી.યુ. સોલંકીએ હાથ ધરી છે.