ગાંધીનગર-

જૂનાગઢમાં ગિરનારની ફરતે અગિયારસથી પૂનમ સુધી પાંચ દિવસ પરિક્રમાનો મેળો યોજવામાં આવે છે. જેમાં 5 થી 7 લાખ લોકો પરિક્રમામાં ભાગ લેતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાના ગ્રહણને કારણે રાજ્યમાં તમામ ધાર્મિક મેળાઓ અને લોકમેળાઓ રદ થયા છે. ત્યારે હવે જૂનાગઢના પરિક્રમા અને જૂનાગઢ તળેટીનો મેળો પણ રદ થશે તેવી સંભાવનાઓ જૂનાગઢના ઉચ્ચ અધિકારી દ્વારા દર્શાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર હજુ જૂનાગઢ તંત્ર પાસેથી લેખિત અહેવાલ મંગાવશે, જે અહેવાલ પ્રમાણે રાજ્ય સરકાર પરિક્રમા રદ કરવી કે નહીં તે અંગે વિચારણા કરશે. પરંતુ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જૂનાગઢ પરિક્રમાના મેળામાં પાંચથી સાત લાખ લોકો દર વર્ષે આવતા હોય છે. જેથી સામાજિક અંતર જાળવી રાખવું ખૂબ જ મુશ્કેલ બનશે અને જો સામાજિક અંતર નહીં જળવાય તો સંક્રમણ વધશે તેવી સંભાવનાઓ ને ધ્યાનમાં લઈને જૂનાગઢના પરિક્રમનો મેળો રદ કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.આમ, હવે જન્માષ્ટમીના લોકમેળાઓ, અંબાજી ભાદરવી પૂનમનો મેળો, અને ગરબા રદ કરાવ્યા બાદ હવે જૂનાગઢ લીલી પારિક્રમાનો મેળો પણ રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે