ક્રિસ્ટીઆનો રોનાલ્ડોના (Ronaldo) લાંબ અંતરના શાનદાર ગોલની મદદથી જુવેન્ટસને નીચલા ક્રમ તરફ જઈ રહેલા ઝિનોઆને 3-1થી હરાવ્યું. સતત નવમી સિરી એ ટાઇટલ જીતવાનો રેકોર્ડ બનાવવા પ્રયાસ કરી રહેલા જુવેન્ટસ હવે લેઝિઓથી ચાર પોઇન્ટ આગળ છે. લેઝિઓએ ટોરિનોને 2-1થી હરાવ્યુ. 

ઇટાલિયન કપ ફાઇનલમાં નેપોલિના હાથે પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યા બાદ જુવેન્ટસ તેની તમામ મેચ જીતી ગયુ છે. કોરોના વાયરસ રોગચાળા વચ્ચે રમતને ફરી શરુ કરવામાં આવી ત્યારથી રોનાલ્ડોનો (Ronaldo) ફિલ્ડનો આ પ્રથમ ગોલ હતો. તેણે છેલ્લી બે રમતોમાં પેનલ્ટી પર સ્કોર બનાવ્યો હતો. હવે આ સિઝનમાં સેરી એ ની 25 મેચમાં તેની પાસે 24 ગોલ છે.