મહેસાણા-

જિલ્લામાં પોલીસ કંટ્રોલ રૂમની બામતીના આધારે કડી પોલીસે જાસલપુર રોડ પર વોચ ગોઠવી ગ્રીનપાર્ક સોસાયટી પાસેથી ખીચોખીચ 61 પશુ ભરેલી ટ્રક સાથે રૂપિયા 11.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. મહેસાણા પોલીસ કંટ્રોલમાંથી બાતમી મળી હતી ગુરૂવારના રોજ રાત્રે જોટાણા તરફથી પશુ ભરેલી એક ટ્રક કડી તરફ આવી રહી છે. જેના આધારે કડીના PSI સહિતનો કાફલો મોટા તળાવ નજીક જાસલપુર રોડ પર વોચમાં ગોઠવાયેલા હતા. તે દરમિયાન રાત્રિના અંધકારમાં ગ્રીનપાર્ક સોસાયટી નજીક ટ્રક ઉભેલી હતી. પોલીસે પશુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી અજણાયા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે તપાસ કરતા સમય સૂચતકા સાથે 61 પશુ ભરેલી ટ્રકને છત્રાલ રોડ સ્થિત પાંજરાપોળમાં લઈ જઈ તમામ 61 પશુઓને પાંજરાપોળમાં ઉતારી ટ્રક પોલીસે કબ્જે કરી હતી.જે અંગે PSI પ્રસાદે શુક્રવારના રોજ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.