કોરોના મહામારીમાં ફિલ્મ્સ અને ટીવી સિરિયલનું શૂટિંગ બંધ હતું. સેલેબ્સ ઘરે રહીને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ઘરે રહીને કાજોલ ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે વાતચીત કરવા આવી હતી. ઇન્સ્ટાના સવાલ જવાબ સેશનમાં તેણે તેની આગામી ફિલ્મ વિશે જણાવ્યું છે.

કાજોલે લખ્યું કે, તેની અપકમિંગ ફિલ્મ ત્રિભંગા છે જે નેટફ્લિક્સ પર આવી રહી છે. કાજોલ છેલ્લે અજય દેવગણ સાથે તાન્હાજી: ધ અનસંગ વોરિયર ફિલ્મમાં જોવા મળી હતી.

  ત્રિભંગા ફિલ્મથી કાજોલ તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. ફિલ્મની સ્ટોરી મુંબઈમાં સેટ છે. એક જ પરિવારની ત્રણ મહિલાઓની અલગ-અલગ જનરેશનની સ્ટોરી જે 1980ના દાયકાથી લઈને હાલના મોડર્ન જમાનાને બતાવે છે. ફિલ્મમાં પરિવારના મહત્ત્વને સમજાવવામાં આવ્યું છે. 

આ ફિલ્મને અજય દેવગણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મની કાસ્ટમાં કાજોલ સાથે મિથિલા પાલકર, તન્વી આઝમી અને કુનાલ રોય કપૂર લીડ રોલમાં છે. ફિલ્મને હમ આપકે હૈ કૌન ફેમ એક્ટ્રેસ રેણુકા શહાણેએ ડિરેક્ટ કરી છે .