મુખ્ય સમાચાર

  • ગુજરાત

    મોતલોકમાં પહોંચેલાં દસે-દસ હતભાગીઓએ અમિતનગરથી જ અર્ટિગા પકડી હતી!

    વડોદરા, તા.૧૭વડોદરા શહેરમાં કાંડો થાય તેની હવે કોઇને નવાઇ નથી, કારણ કે પોલીસની રહેમ નજર હેઠળ તેમજ લાગતા વળતા તંત્રની ગંભીર બેદરકારીને કારણે શહેરમાં અનેક કાંડો થયાં છે અને પજુ થઈ રહ્યાં છે. થોડા સમય અગાઉ જ પાલિકા તંત્રના પાપે બોટ કાંડ થયો હતો, હજુ તેની શાહી સૂકાઇ નથી ત્યાં તો નવો અકસ્માત કાંડ સર્જાયો છે, જેમાં ૧૦ નિર્દોષના મોત નીપજ્યાં છે. ઓ અકસ્માત કાંડમાં વડોદરા શહેરના ત્રણ કમભાગી સામે છે. જાેકે, બાકીના મોતને હવાલે થયેલાં લોકોએ પણ મોતની આ સવારી વડોદરાના અમિતનગર ખાતેથી જ પકડી હતી. શહેરના અમિતનગર બ્રિજ નીચેથી ગેરકાયદેસર ચાલતા ટેક્સી સ્ટેન્ડ કોઇ પણ પોલીસ અધિકારી કે તંત્રને દેખાતું નથી. જાે તંત્રએ ગેરકાયદેસર ચાલતા ટેક્સી સ્ટેન્ડ સામે પગલાં લીધાં હોત તો આજા ૧૧ જીવ બચી ગયાં હોત. આજ રોજ બપોરના સમયે આશરે ૧૨થી ૧૨.૩૦ વાગ્યા વચ્ચે ૧૦ પેસેન્જરોને ભરીને જીજે ૨૭ ઇસી ૨૫૭૮ નંબરની અર્ટિગા ગાડી અમદાવાદ જવા નીકળી હતી. આ અર્ટિગા ગાડી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કરણ ગીરીશભાઇ બ્રહ્મભટ્ટની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ગાડી કરણ બ્રહ્મભટ્ટે ૨૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જેમાં યોગેશભાઇ નરેન્દ્રભાઇ પંચાલ (રહે, અમદાવાદ), સુરેન્દ્રસિંહ રાવત (રહે, રાજસ્થાન ડ્રાઇવર), નીલકુમાર મુકેશકુમાર ભોજાણી (રહે, વડોદરા), જયશ્રીબેન મનોજભાઇ મિસ્ત્રી (રહે, વડોદરા), સોલંકી અમિત મનોજ (રહે, વાપી) શાહબુદ્દીન અબ્દૂલશકર અંસારી (રહે, મુબઇ), નીલ મુકેશ ભોજવાણી (રહે, વડોદરા) સહિત કુલ ૧૦ લોકો અમદાવાદ જઈ રહ્યાં હતા. વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહેલી કાર નડીયાદ પાસે બાજુમાં ટેન્કર પાર્ક કરીને ઉભી હતી. તે ટેન્કરની પાછળ કાર ઘૂસી જતાં હાઇવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. ટેન્કર પાછળ જે ઘૂસી ગઇ હતી, એમાં કુલ ૧૦ લોકો સવાર તમામ લોકોના મોત નીપજ્યાં હતા. નીલ ભરૂચ મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હતો વડોદરા-અમદાવાદ એકસપ્રેસ હાઇવે અકસ્માતમાં ૨ લોકો વડોદરાના પણ છે, જેમાંથી એક યુવક નીલ ભોજાણી હરણી વારસિયા રોડ પર આવેલા દયાલનગરનો રહેવાસી હતો અને તે ભરૂચ ખાતે એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. એકના એક પુત્રના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. નીલે તાજેતરમાં જ ભરૂચ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન લીધું હતંુ. પુત્રવધૂની ડિલિવરી કરાવવા દુબઇથી આવેલા જયશ્રીબેન મોતને ભેટયાં વારસિયા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રહેતા ૫૭ વર્ષીય જયશ્રીબેન મિસ્ત્રીને પણ કાળ ભરખી ગયો છે. તેઓ કામ માટે અમદાવાદ જવા માટે નીકળ્યાં હતા. ૧૧ વર્ષથી દુબઇ રહેતા જયશ્રી બેન ૨૧ ફેબ્રુઆરીના ભારત રોજ આવ્યા હતા અને ૨૦ એપ્રિલના રોજ પરત દુબઇ જવાના હતા. તેઓ પુત્રવધુની ડિલીવરી માટે ભારત આવ્યા હતા અને કાળ ભરખી ગયો.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમિત નગર અને દુમાડથી રોજે રોજ દોડતી મોતની અર્ટિગા ભરણું મહિને રૂ.૩૦૦૦!

    વડોદરા, તા. ૧૭વડોદરાથી અમદાવાદ જતી અર્ટિગા કારને નડિયાદ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આ અકસ્માતનો ગુનેગાર કોણ? વડોદરાથી અમદાવાદ સીટીએમ વચ્ચે ચાલતી શટલ સવારીઓ અને તેને પ્રોત્સાહન આપતા વ્યક્તિઓ જ આના ગુનેગાર છે. વડોદરા અમદાવાદ વચ્ચે ચાલતા શટલ વાહનો જ હવે શબવાહિની બની ગયા છે. જેની માટે એક તરફનું ભરણ મહિને રૂ. ૩૦૦૦ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે શટલ વાહનોનો પ્રોત્સાહન આપતા અધિકારીઓ એક વાહનના મહિને રૂ. ૩૦૦૦ માટે અનેક લોકોના જીવ જાેખમમાં મૂકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાથી અમદાવાદ શટલ ફેરા કરતી ઇકો અને અર્ટિગા કારનો એક ચોક્કસ વ્યક્તિ દ્વારા વહીવટ કરવામાં આવે છે. જે વહીવટમાં એક કારણ મહિને રૂ. ૩૦૦૦ વડોદરા અને રૂ. ૩૦૦૦ અમદાવાદમાં હપ્તો ભરવાનો હોય છે. તો બીજી તરફ વાહન ચાલકો દ્વારા ઇકો કારમાં રૂ. ૧૨૦ અને અર્ટિગા કારમાં રૂ. ૧૫૦નું ભાડું એક વ્યક્તિ પાસે લેવામાં આવે છે. એટલું જ નહીં કાર ખાસ શટલ મારવા માટે જ ખરીદવામાં આવે છે. જેથી વધારેમાં વધારે કમાણી થાય તે માટે ડ્રાઈવરને વધુમાં વધુ ફેરા મારવાના હોય છે. બે શિફ્ટમાં ડ્રાઈવર નોકરી પર રાખવામાં આવે છે. વધારેમાં વધારે ફેરા મારવાના લ્હાયમાં કારના ચાલકો દ્વારા મુસાફરોનો જીવ જાેખમમાં મુખવામાં આવે છે. જાેકે, આ કારના ચાલકો એક ચોક્કસ વ્યક્તિ સાથે સેટિંગ કરીને વાહન અમિત નગર સર્કલ, સમા સર્કલ અને હાઇ-વે પર દુમાડ ચોકડી ઉભા રાખી ત્યાં જ મુસાફરોને બેસાડતા હોય છે. તેમને અટકાવવાની જવાબદારી પોલીસ વિભાગની અને આરટીઓની બને છે. પરંતુ મહિને એક કારના રૂ. ૩૦૦૦ના હપ્તા માટે પોલીસ દ્વારા પણ તેમની સામે કોઈ જ કાયર્વાહી કરવામાં આવતી નથી. એટલું જ નહીં આ હપ્તા રાજના કારણે રોજબરોજ વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા અપડાઉન કરતા લોકોના જીવ જાેખમમાં મુકાય છે. દુર્ઘટનામાં ગુનેગાર કોણ અને કેમ? • હરણી પોલીસ સ્ટેશન ઃ વડોદરાથી અમદાવાદ જતા શટલ વાહનો જે વિસ્તારમાંથી ગેરકાયદે મુસાફરોને બેસાડે છે તે વિસ્તાર હરણી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ત્યારે તેમને અટકાવવાની જવાબદારી હરણી પોલીસની હોય છે. પરંતુ હરણી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. • સમા પોલીસ સ્ટેશન ઃ વડોદરા અમદાવાદ વચ્ચે ગેરકાયદે મુસાફરોનું વહન કરતા શટલ વાહનો જ્યાંથી ઉપડે છે તે વિસ્તારો સમા પોલીસ સ્ટેશનની હદમાં પણ આવે છે. ત્યારે તેમની સામે કાયર્વાહી કરવાની જવાબદાર સમા પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા અધિકારીઓ અને કમર્ચારીઓની પણ બને છે. • શહેર ટ્રાફિક પોલીસ ઃ સીટ બેલ્ટ પહેર્યા ન હોય, હેલ્મેટ ન પહેર્યું હોય, રેડ લાઇટમાં લાઈનની બહાર ઉભા રહેલા વાહન ચાલકોને દંડ કરવામાં પાવરધા ટ્રાફિક પોલીસના જવાનોને અમિત નગર સર્કલ, સમા સર્કલ પર મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા વાહન ચાલકો દેખાતા નથી. તેમની સામે કાયર્વાહી કરવાની જવાબદારી ટ્રાફિક પોલીસની પણ બને છે. • તાલુકા પોલીસ સ્ટેશન ઃ વાહનની ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડી વડોદરાથી અમદાવાદ શટલ મારતા વાહન ચાલકો તાલુકા પોલીસની હદમાંથી જ પસાર થાય છે. ત્યારે તેમની સામે કાયર્વાહી કરવાની જવાબદારીમાંથી તાલુકા પોલીસ પણ ચુકી છે. • તાલુકા ટ્રાફિક પોલીસ ઃ હાઇ-વે પર ટ્રાફિકનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે કોઈની પરવાનગી લેવી પડતી નથી. પરંતુ હાઈ-વે પરથી પસાર થતા ગેરકાયદે મુસાફરોનું વહન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની જવાબદારીમાં ચૂક કરી છે. • હાઇવે ટ્રાફિક પોલીસ ઃ એક્સપ્રેસ વે પર સતત હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. એટલું જ નહીં ગેરકાયદે એક્સપ્રેસ વે પર ફરતા અથવા તો રેસ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ વડોદરા - અમદાવાદ શટલ મારતા વાહન ચાલકો સામે કાયર્વાહી કરવામાં આવતી નથી. હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ શું કરે છે? હરણી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ગેરકાયદે વહીવટ સામે પીઆઇ સી.બી. ટંડેલ આંખ આડાકાન કરતા હોય તેમ તેમના જ વિસ્તારમાં ઘટનાઓ બની રહી છે. હરણી પોલીસ સ્ટેશનની સામે જ હરણી લેક ઝોનમાં ચાલી રહેલા ગેરકાયદે વહીવટના કારણે ૧૨ બાળકો અને બે શિક્ષિકાના મોત થયા હતા. ત્યારે હવે, એક્સપ્રેસ વે પર અકસ્માતના તાર પણ હરણી પોલીસ સ્ટેશન સાથે જાેડાયેલા છે. અકસ્માતમાં અમદાવાદના કાર માલિકની કાર હરણી પોલીસ સ્ટેશની હદમાંથી જ ગેરકાયદે મુસાફરોને લઈને ઉપડી હતી. ત્યારે પીઆઈ સી. બી. ટંડેલ સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજસ્થાન અને ગૌપાલક સમાજનો દબદબો વડોદરા અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઇવે પર ચાલતાં ગેરકાયદે શટલ વ્યવસાયમાં ગૌપાલકોનો મોટો વહીવટ છે. જેમાં પણ ખાસ કરી અમિત નગર સર્કલ પર રીક્ષા પાર્ક કરી પોલીસની આગતા સ્વાગત કરતા રીક્ષા ચાલકો પૈકીના જ કેટલાક જગમાલ ઈશારે કામ કરે છે. તે ઉપરાંત આ કારના ચાલકોમાં પણ ગૌપાલક સમાજ અને રાજસ્થાનના એક સમાજનું વર્ચસ્વ છે. તે સિવાય અન્ય કોઈ વ્યક્તિ દબદબો જમાવવાનો પ્રયાસ કરે તો તેને માર મારવા અને હત્યાની ધમકી પણ આપવામાં આવતી હોવાની ઘટના ભૂતકાળમાં બની છે. પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની પણ ગાડીઓ વડોદરામાં પોલીસની મૂડીનો વહીવટ કરતો જગમાલ ઉર્ફે મૂડી ખાસ ડ્રાઈવર રાખી વાહનો ચલાવી રહ્યાની માહિતી મળી રહી છે. જેમાં શહેરના હરણી, સમા અને કારેલબાગ પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક શાખામાં આ વિસ્તારમાં ફરજ બજાવી ચૂકેલા અથવા હાલમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના વાહનોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનની ખરીદી કરી મૂડીને સોંપી દેવામાં આવે છે. જે બાદ તેનો વહીવટ નક્કી થયાં મુજબ કારના માલિક પોલીસ અધિકારીને કર્મચારી સુધી સમયાંતરે પહોંચી જાય છે. એક્સપ્રેસ વે પર ભારદારી વાહનોની સંખ્યા વધી અમદાવાદ કે તેનાથી આગળ જવા માટે અથવા તે તરફથી વડોદરા કે ભરૂચ તરફ આવવા માટે નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે બન્નેનો ઉપયોગ થઇ શકે તેમ છે. પહેલા ભારદારી વાહનો માત્ર નેશનલ હાઈવેનો જ ઉપયોગ કરતા હતા. પરંતુ નેશનલ હાઇવે નવો બન્યા હતા તેના પર ટોલ લેવાની શરૂઆત કરાઈ હતી. જે ટોલ એક્સપ્રેસ વેના ટોલ કરતા પણ વધારે છે. જેથી હવે, ભારદારી વાહનો ટોલ બચાવવા માટે તેમજ સમય બચાવવા માટે નેશનલ હાઇવે નહીં પરંતુ એક્સપ્રેસ વેનો ઉપયોગ વધારે કરે છે. જેના કારણે અકસ્માતની સંખ્યા પણ વધી છે. પોલીસ માટે ‘મૂડી’ ઉઘરાવતો જગમાલ મૂડી કોણ? વડોદરા-અમદાવાદ વચ્ચે શટલ મારતા વાહન ચાલકો પાસેથી મહિને રૂ. ૩૦૦૦નો હપ્તો લેવામાં આવે છે. જે હપ્તો હરણી - સમા પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, તાલુકા પોલીસ અને તાલુકા ટ્રાફિક સુધી પહોંચાડવાની જવાબદારી એક વ્યક્તિ દ્વારા નિભાવવામાં આવે છે. શરીર પર સોનાની દુકાન જેટલા ઘરેણાં પહેરી ફરતા જગમાલ ઉર્ફે મૂડી પોલીસ અને વાહન ચાલકો વચ્ચેનો બ્રિજ છે. જે મૂડી ઉઘરાવી જુદા જુદા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સુધી પહોંચાડે છે. અમદાવાદ પોલીસને પણ ભરણ ચૂકવાય છે? વડોદરાથી અમદાવાદ વચ્ચે ચાલતા શટલ વાહનો માટે અમદાવાદ સીટીએમ ખાતે ખાસ સ્ટોપેજ બનાવવામાં આવ્યું છે. જ્યાં પોલીસ પોઇન્ટ પણ મુકવામાં આવ્યો છે. અમદાવાદ હોય કે વડોદરા ભરણ આપતા વાહનો સિવાય અન્ય કોઈ વાહન ચાલક ત્યાં ઉભા રહે તો તેમને ભગાડવામાં આવે છે અથવા તો દંડ કરાવમાં આવે છે. વડોદરાની જેમ અમદાવાદમાં પણ એક વાહનના મહિને રૂ. ૩૦૦૦ ભરણ લેવામાં આવતું હોવાનું જાણવા મળે છે. પોલીસના જવાબદેહી અધિકારીઓ જવાબ આપતાં કેમ ગભરાય છે? વડોદરાથી ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરીને જતી શટલ અર્ટિગાને નડિયાદ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત થયા હોવાનું જાણવા મળે છે. ત્યારે ગેરકાયદે મુસાફરોને લઈને જતા અર્ટિગા અને ઇકોના વાહન ચાલકો સામે પગલાં કેમ લેવાતા નથી? તે પ્રશ્નનો જવાબ આપવામાં અધિકારીઓ દ્વારા શોભાયાત્રાના બહાના કાઢવામાં આવી રહ્યા છે. પોલીસના જવાબદેહી અધિકારીઓને ફોન કરીએ તો તેઓ દ્વારા પ્રશ્ન સાંભળ્યા બાદ શોભાયાત્રામાં અવાજ વધારે છે સંભળાતું નથી તેવા બહાના બતાવી જવાબ આપવાનું ટાળવામાં આવી રહ્યું છે. શહેરના ટ્રાફિક ડીસીપીને જવાબ આપવામાં ઘોંઘાટ નડ્યો! એક્સપ્રેસ વે પર બનેલી અકસ્માતની ઘટનાના તાર વડોદરા ટ્રાફિક શાખાની કામગીરી સાથે જાેડાયેલા છે. ત્યારે આ બાબતે ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકસત્તા જનસત્તા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે, અમિત નગર સર્કલથી મુસાફરોનું ગેરકાયદે વહન કરતા વાહન ચાલકો સામે કોઈ કાયર્વાહી કેમ થતી નથી. સવાલ સાંભળ્યા બાદ તેમનો જવાબ હતો - રામનવમીની શોભાયાત્રામાં છું, ઘોંેઘાટ થઇ રહ્યો હોવાનું બહાનું બતાવી જવાબ આપવાનું ટાળ્યું હતું. અર્ટિગા અને ઈકોમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડાય છે વડોદરાથી મુસાફરો ભરી અમદાવાદ લઇ જતા શટલ વાહન ચાલકો મોટા ભાગે ઇકો અને અર્ટિગા કારનો જ ઉપયોગ કરે છે. ઈકોમાં ડ્રાઈવર સાથે નવ વ્યક્તિ, અર્ટિગામાં ડ્રાઈવર સાથે સાત વ્યક્તિને બેસાડવાની આરટીઓ દ્વારા મંજૂરી છે. તેમ છતાં ડ્રાઈવર ઉપરાંત ઇકો કારમાં ૧૦થી ૧૧ વ્યક્તિ જયારે અર્ટિગા કારમાં ડ્રાઈવર ઉપરાંત ૧૦ વ્યક્તિ બેસાડવામાં આવે છે. જેની સામે શહેર-તાલુકા અને હાઇવે ટ્રાફિક પોલીસ મૌન રહે છે. ઇ્‌ર્ંએ હાથ ખંખેરી લીધા! વડોદરાના આરટીઓ જીગર પટેલે જણાવ્યું હતંુ કે, અર્ટિગામાં ૭ જણ બેસી શકે છે. પ્રાઈવેટ પાસિંગમાં વધુ પેસેન્જર બેસાડીને તેનો કમર્શિયલ ઉપયોગ કરતા હોય તેવાં સામે સમયાંતરે ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવે છે. જાેકે, આજે એક્સપ્રેસ વે પર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડીને જતી પ્રાઈવેટ પાસિંગની ગાડીને અકસ્માત થતાં ૧૦ વ્યક્તિના મોત નીપજ્યાં હતાં.
    વધુ વાંચો
  • ગુજરાત

    આરોગ્યને નુક્સાન કરે એ રીતે કેરી પકવતાં વેપારીઓને ઝડપવા નીકળેલી આરોગ્યની ટીમને કંઈ ન મળ્યું!

    વડોદરા, તા.૧૫વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખંડેરાવ માર્કેટ અને વેરાઇ માતા ચોક વિસ્તારમાં ફ્રૂટના વેપારીઓના ત્યાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરમાં આવ્યું હતું. ચેકિંગનો મુખ્ય ઉદેશ કેરીઓને પાવડર અને કેમિકલ દ્વારા પકવાતી હોય તો તેવા વેપારીઓને ઝડપવાનો હતો. જાેકે, પાલિકાની ટીમની તપાસમાં ફળો પકાવવા માટે ઉપયોગમાં લેવાતા કેલ્શિયમ કાર્બાઈડની પડીકીઓ મળી આવી ન હતી, પરંતુ હવે ફળો ઇથિલીન રાઇપનરથી પકાવવામાં આવી રહી હોવાનું મળ્યું હતું! ઇથિલીન રાઇપનરને ફળો પકવવા માટે મંજૂરી આપવામાં આવી હોવાથી પાલિકાનો દાવ ઊંધો પડ્યો હતો. જાેકે, ચેકિંગ દરમિયાન ૮૫ કિલો અખાદ્ય ફળોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ઉનાળાની ઋતુમાં રસદાર ફળો જેવા કે, ફળોનો રાજા કેરીઓ ઉપરાંત દ્રાક્ષ, તરબૂચ, ચીકુ વગેરેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત શહેરમાં ઠેર-ઠેર કેરીના જ્યૂસનું પણ વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્વોને ઝડપી લેવા એક ડ્રાઇવનું આયોજન કરાયું હતું. ઓ ડ્રાઇવમાં ફળો કેવી રીતે પકાવવામાં આવી રહ્યા છે, તેની તપાસ મુખ્ય હેતુ હતો. તે અંગે ખંડેરાવ માર્કેટ અને વેરાઇ માતા ચોક સ્થિત ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખંડેરાવ માર્કેટ, વેરાઇ માતા રોડ, સિદ્ધનાથ રોડ અને તેની આસપાસમાં આવેલ ૫૫ જેટલી ફ્રૂટના વેપારીઓની વખારો અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ૮૫ કિલો સડી ગયેલી કેરીઓ, ચીકુ, પપૈયા, સફરજનનો નાશ કરવામાં આવ્યો હતો. શિડ્યૂઅલ-૪ મુજબ વેપારીઓને સફાઇ રાખવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ અગાઉ વેપારીઓ દ્વારા પ્રતિબંધિત કેલ્શિય કાર્બાઈડ દ્વારા કેરીઓ પકવવામાં આવતી હતી. જાેકે, હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ફળો પકાવવા માટે ઇથિલીન રાઇપનરના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આથી ફળોની વખારો અને દુકાનોમાં ફળો પકાવવા માટે અગાઉ ઉપયોગમાં લેવાતા કેલ્શિય કાર્બાઈડની પડીકીઓ કોઇ જગ્યાએથી મળી આવી ન હતી. તેની સામે ઈથિલીન રાઈપનરનો ઉપયોગ કરાત હોવાનું જણાઈ આવ્યું હતંુ. વડોદરાના બજારમાં કેરીનો ૧૦ કિલોનો ભાવ ૨૦૦૦થી ૨૫૦૦ વડોદરા, તા. ૧૫ ઉનાળાની શરૂઆતથી સાથે જ ફળોનો રાજા એવી કેરીની આવક અને ઉપાડ શરૂ થઇ જતો હોય છે. વડોદરાના બજારોમાં કેરીનો પ્રતિ ૧૦ કિલોનો ભાવ રૂ. ૨૦૦૦થી ૨૪૦૦ જેટલો છે. જયારે રત્નાગીરી હાફુસ પ્રતિ ડઝનનો ભાવ રૂ. ૮૦૦ જેટલો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીએ કેરીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાતમાં કદાચ એવું કોઈ વ્યક્તિ હશે જેની કેરીનો સ્વાદ નથી ભાવતો. ઉનાળો આવે એટલે ઘરમાં કેરીના જ જુદા જુદા વ્યજંન જરૂર બને. વડોદરા હોય કે રાજ્યના કોઈ પણ બજાર કેરીનું આગમન શરૂ થઇ ગયું છે. પરંતુ વડોદરાની વાત કરીએ તો ગતવર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહથી કેરીના ભાવમાં વધારો નોંધાયો છે. જાેકે, આગામી થોડા દિવસોમાં નવો સ્ટોક આવે ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ વેપારીઓ જાેઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી માવઠાની અસર કેરીના પાક પર થઇ છે. જેના કારણે આ વર્ષે ભાવમાં વધારો થયો છે. વડોદરામાં હાલમાં રત્નાગીરી હાફૂસનો ભાવ પ્રતિ ડઝન રૂ. ૮૦૦ છે. જે રિટેલ ભાવ છે. હોલસેલના બજારમાં રત્નાગીરી હાફૂસનો ભાવ પ્રતિ ડઝન રૂ. ૫૦૦થી ૫૫૦ જેટલો છે. તો બીજી તરફ ગુજરાતીઓમાં સૌથી વધુ પ્રખ્યાત એવી કેસર કેરીનો ભાવ હાલ વડોદરામાં ઘણો વધારે છે. રત્નાગીરીથી આવતી કેસર કેરી વડોદરામાં હોલસેલ માર્કેટમાં એક પેટીના (અંદાજે ૧૦ કિલો)નો ભાવ રૂ. ૧૯૦૦ જેટલો છે. જયારે આજ કેરી રિટેલ માર્કેટમાં એક પેટીના રૂ. ૨૪૦૦થી ૨૫૦૦ના ભાવે વેચાઈ રહી છે. જયારે વલસાડથી આવતી કેરીનો એક પેટીનો હોલસેલ ભાવ રૂ. ૧૬૦૦ જયારે રિટેલ ભાવ રૂ. ૨૦૦૦ જેટલો છે. સામાન્ય રીતે કેરીનો ભાવ એપ્રિલ મહિનામાં એક પેટીના રૂ. ૮૦૦થી ૧૦૦૦ થઇ જતો હોય છે. પરંતુ આ વર્ષે હજી ભાવ ઘટવાનું નામ લેતો નથી. ઉલ્લેખનીય છે કે, આ વખતે મહોર આવવાની શરૂઆત તો થઈ હતી, ત્યારબાદ આંબા પર નાની મોટી ખાખટી પણ આવી હતી. પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો વધુ પડતો તાપ પડવાના કારણે આંબા પરથી મહોર ખરવાનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહીં એપ્રિલમાં કેરી તૈયાર થઈ જાય છે, પરંતુ હાલ આંબા પર અચાનક કુપળો ફૂટીને નવા પાન આવવાની શરૂઆત થઈ છે. જે ચોમાસામાં ફૂટતા હોય છે. ગ્લોબલ વોર્મિગની આ અસરથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તલાલા-ગીર અને કચ્છની કેરી ક્યારે આવશે? વડોદરામાં હજી તલાલા-ગીરથી તેમજ કચ્છથી કેસર કેરીની આવક શરૂ થઇ નથી. વડોદરામાં ફળના હોલસેલ વેપારી દીપકભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આ વર્ષે તલાલા-ગીરથી આવતી કેસર કેરી આવતા હજી ૧૫ દિવસનો સમય લાગશે. એટલે કે ૧ મે બાદ વડોદરાના બજારમાં તલાલા-ગીરની કેસર કેરી મળશે. જાેકે, તેનો ભાવ શું હશે તે હાલમાં કેહવું મુશ્કેલ છે. તો કચ્છની કેસર કેરી ૧૫મી જૂન બાદ જ બજારમાં આવશે. તળાજામાં સામાન્ય કરતાં ઓછું ઉત્પાદન તળાજા તાલુકામાં આ વખતે કેરીનું ઉત્પાદન ૬૦થી ૭૦ ટકા જેટલું જ થયું છે. જે સામાન્ય કરતા ઓછું આંકવામાં આવી રહ્યું છે. ઓછા ઉત્પાદનને કારણે કેસર કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડે તેવી શક્યતા નકારી શકતી નથી. ગરીબ પરિવારો માટે તો કેરી આ વર્ષે એક સ્વપ્ન બને તેવા સંજાેગો દેખાઈ રહ્યા છે. તળાજા પંથકમાં દર વર્ષે લગભગ ૫૦૦૦ ટન કેરીનું ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે ઉત્પાદન માત્ર ૧૫૦૦થી ૨૦૦૦ ટન જ થયું છે. કેરી શું ભાવે મળે છે? કેરી હોલસેલ રિટેલ હાફુસ (રત્નાગીરી) ૫૦૦ ૮૦૦ કેસર (રત્નાગીરી) ૧૯૦૦ ૨૫૦૦ કેસર (વલસાડ) ૧૬૦૦ ૨૦૦૦ બદામ (બેગ્લોરી) ૧૦૦૦ ૧૪૦૦ બદામ (હૈદ્રાબાદી) ૬૦૦ ૮૦૦ તોતાપુરી (દક્ષિણ ભારત) ૬૦૦ ૮૦૦
    વધુ વાંચો
  • ગુજરાત

    અમદાવાદ લઇ જવાતો ૯૫ કિલો ગાંજાે ઝડપાયો 

    વડોદરા, તા. ૧૫શહેરના છેવાડે આવેલા દેણા ચોકડી પાસેના પેટ્રોલપંપ પર આજે બપોરે પેટ્રોલ ભરાવવા માટે ઉભા રહેલા જિલ્લા પોલીસના એક કોન્સ્ટેબલની સતકર્તાથી સ્વીફ્ટ કારમાં ભરેલો ૯૫ કિલોથી વધુનો ગાંજાે ઝડપાયો હતો. ઓટોરિક્ષામાં પાયલોટીંગ કરીને ગાંજાને કારમાં અમદાવાદ લઈ જતો મુખ્ય સુત્રધાર પોલીસ કામગીરીને જાેતા જ ફરાર થયો હતો. આ બનાવની હરણી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ગાંજાના જથ્થા સાથે બેની અટકાયત કરી ગાંજાે અને કાર સહિતનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. અમદાવાદના જુંહાપુરા વિસ્તારના ફતેહવાડીમાં રહેતો ઉસ્માન નુરમીંયા મલેક રિક્ષાડ્રાઈવીંગ કરે છે. ગઈ કાલે તેને તેના પરિચિત અમદાવાદના શાહનવાઝે વડોદરાથી આગળ પોર પાસેથી ગાંજાે લાવવાનો છે તેની વર્દી મારવા કહ્યું હતું. ત્યારબાદ શાહનવાઝેે અમદાવાદથી ભાડાની સ્વીફ્ટ કાર લીધી હતી અને કાર ઉસ્માનને ચલાવવા માટે આપી હતી અને તેની સાથે મહેસાણાના વીજાપુરમાં રહેતો રમેશ માનસીંગ ઠાકોર પણ ઉસ્માન સાથે કારમાં આવ્યો હતો જયારે શાહનવાઝે અમદાવાદથી ઓટોરિક્ષામાં પાયલોટીંગ કર્યું હતું. શાહનવાઝે પોર પાસે ઉસ્માન અને રમેશને ઉભા રહેવા માટે જણાવ્યું હતું અને ત્યારબાદ તે રિક્ષા લઈને રવાના થયો હતો અને થોડીવાર બાદ રિક્ષામાં નાની મોટી પ્લાસ્ટીકની થેલીઓમાં લીલો-સુકો ગાંજાનો જથ્થો લઈને આવ્યો હતો અને તેને સ્વીફ્ટ કારની પાછળની સીટ પર મુકી હતી અને ત્યારબાદ ફરીથી રિક્ષામાં પાયલોટીંગ કરીને કારને અમદાવાદ તરફ લઈ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન તેઓ શહેરના છેવાડે દેણા ચોકડી પાસે પહોંચતા કારમાં પેટ્રોલ અને ગેસ ખલાસ થતાં ઉસ્માન મલેક કારને દેણાચોકડી પાસે રોડ ક્રોસ કરીને પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ગયો હતો જયારે શાહનવાઝ સામેના રોડ પર રિક્ષામાં તેઓની રાહ જાેવા માટે ઉભો રહ્યો હતો. ઉસ્માન પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવતો હતો તે સમયે ત્યાં જિલ્લા પોલીસનો એક કોન્સ્ટેબલ પણ બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે આવ્યા હતા. આ પોલીસ કોન્સ્ટેબલે સ્વીફટ કારની પાછળની સીટ પર શંકાસ્પદ લાગતા લીલા-સુકા પાંદડાનો જથ્થો જોતાં તેણે તુરંત કારચાલકને આંતરીને ઉભો રખાવ્યો હતો અને કારમાં તપાસ કરી હતી. કારમાં ગાંજાે હોવાની જાણ થતાં કોન્સ્ટેબલે જિલ્લા પોલીસના અધિકારીઓને જાણ કરતા તેઓ પેટ્રોલપંપ પર દોડી આવ્યા હતા. જાેકે પેટ્રોલપંપ હરણી પોલીસની હદમાં આવતો હોઈ આ અંગેની હરણી પોલીસને જાણ કરાઈ હતી જેને પગલે પીઆઈ સી.બી.ટંડેલ સહિતો સ્ટાફ પેટ્રોલ પર દોડી ગયો હતો. કારમાં ગાંજાે હોવાની વિગતો મળતાં એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. કારમાં ગાંજાે હોવાનું સપાટી પર આવતા પોલીસે કારમાંથી ૯.૫૧ લાખથી કિંમતનો ૯૫.૧૦૦ કિલો ગાંજાનો જથ્થો અને સ્વીફ્ટ કાર અને મોબાઈલ ફોન સાથે ઉસ્માન મલેક અને રમેશ ઠાકોરની ધરપકડ કરી હતી. આ બંનેએ તેઓ શાહનવાઝના કહેવાથી ગાંજાે લાવી તેની ખેંપ મારતા હોવાનું કહેતા પોલીસે શાહનવાઝને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    લખન દરબારે લગ્નેત્તર સંબંધોના મુદ્દે પત્નીને માર મારતાં ફરિયાદ

    વડોદરા, તા. ૧૫ઉંડેરામાં કેનાલ પાછળ જલાનંદ ટાઉનશીપમાં રહેતા ૨૮ વર્ષીય અસ્મિતાબેન ભગીરથસિંહ પરમારે જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ‘હું સંયુક્ત પરિવારમાં રહું છું. મારા લગ્ન ૨૦૧૮માં ભગીરથસિંહ કનકસિંહ પરમાર સાથે થયા હતા. ગત ૧૨ એપ્રિલે મારા પતિ આખો દિવસ રાજકારણના કામમાં રોકાયેલા હોઈ રાત્રે પોણા અગિયાર વાગે ઘરે આવ્યા હતા. તેઓ વોશરૂમમાં હતા ત્યારે હું તેમના કપડાં બાજુમાં મુકવા જતાં પેન્ટના ખિસ્સામાંથી માંજલપુરના વેસ્ટસાઈડ મોલનું બિલ મળ્યું હતંુ. જે બાબતે પુછતા તેમણે જવાબ આપ્યો નહોંતો. મને શંકા હતી કે તેઓ કોઈ બીજી છોકરી સાથે પ્રેમ સંબંધમાં છે. સરખો જવાબ ન મલતાં જેની ખાતરી થઇ હતી. મારા પતિ મારી પાસે વારંવાર બિલ માંગતા હતા પરંતુ બિલ ના આપતા તેઓ મારા પર ગુસ્સે થયા અને બોલાચાલી કરી ઝપાઝપી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ જાતે મરી જવાની ધમકીઓ આપી હતી. ત્યારબાદ તેઓ ઘરેથી જતાં રહ્યા હતા. હું તેમને ઘરે પાછા આવવા સમજાવવા ગઈ ત્યાં જઈને જાેતા તેઓ ફોનમાં તે જ છોકરી સાથે સોશિયલ મિડિયામાં વાત કરી રહ્યા હતાં. જેથી મે ફરી તેમને પુછપરછ કરી હતી. આ દરમિયાન સોસાયટીના માણસો ભેગા થઈ જતા તે મારી પર વધારે ગુસ્સે થયા હતા અને મને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં મને મોંઢા પર ઈજાઓ થયેલી અને તે મને મારી નાખવાની ધમકી આપી તથા મને લાત મારીને ગાડીનો દરવાજાે બંધ કરીને ત્યાંથી ભાગી ગયા હતા. લખન દરબાર જ મારા પતિ ભગીરથસિંહ અસ્મિતાબેને જણાવ્યું હતું કે, મારા પતિ ભગીરથસિંહ પરમારનું નામ જ લખન દરબાર છે. તે મારી પર હુમલો કરીને ફરાર થયા બાદ તેમની હજુ સુધી ધરપકડ થઈ નથી. હાલ સમાધાનની કોઇ વાત નથી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચૈત્ર આકરા પાણીએ ઃ વૃદ્ધા અને મહિલા બેભાન થયાં!

    વડોદરા, તા.૧૨વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આકરી ગરમીના કારણે ડી હાઇડ્રેશન, હાઇગ્રેડ ફીવર, ચક્કર આવવા, માથું દુઃખવું તથા ઉલટી સહિતના બનાવોમાં અનેક ગણો વધારો નોંધાયો છે. ત્યારે આજે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સુરતની એક વૃદ્ધા, શહેરના ફૂટપાથ રહેતી મહિલા અને તેના બાળક મળી કુલ ત્રણ વ્યક્તિ બેભાન થઇ જવાની ઘટના બની હતી. વડોદરા શહેર જિલ્લામાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગરમીમાં વધુ સમય માટે ખુલ્લા આકાશ નીચે રહેતા અથવા ફૂટપાથ કે ઝૂંપડામાં રહેતા લોકો પર તેની ગંભીર અસરો જાેવા મળી રહી છે. એટલું જ નહીં સન સ્ટોકની અસર સાથે હોસ્પિટલમાં જતા શહેરીજનોની સંખ્યા પણ વધી રહી છે, જેમાં આજરોજ સુરતના અમરોલીયા વાસમાં રહેતા ૫૨ વર્ષીય કૌશલ્યાબહેન શેરારામ તિવારી તેમના પતિ સાથે વડોદરા નજીક પાવાગઢ ખાતે દર્શને આવ્યા હતા. ચૈત્રી નવરાત્રી ચાલતી હોવાથી તેઓ બે દિવસ પાવાગઢ ખાતે જ રોકાયા હતા. દરમિયાન અસહ્ય ગરમીના કારણે કૌશલ્યાબહેન હાઇગ્રેડ ફીવરનો ભોગ બન્યા હતા. જેથી તેમના પતિ સારવાર અર્થે તેમને સયાજી હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં ગરમીના કારણે કૌશલ્યાબહેનને એનસીઓટીના મેઈન ગેટ પાસે ફરી એક વખત ચક્કર આવ્યા હતા. ચક્કર આવવાના કારણે તેઓ અર્ધ બેભાન જેવી હાલતમાં ઢળી પડ્યા હતા. જેથી આસપાસના લોકો તાત્કાલિક તેમની મળને દોડી આવ્યા હતા. મદદ માટે આવેલા વ્યક્તિઓ દ્વારા ઘટનાની જાણ ડોક્ટરને કરવામાં આવી હતી. જેથી તબીબો દ્વારા તાત્કાલિક તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. આવી જ બીજી એક ઘટનામાં જેલ રોડ તરફ આવેલા સયાજી હોસ્પિટલના ગેટ નંબર ત્રણ ઉપર ફૂટપાથ પર રહી જીવન નિર્વાહ કરતા પરિવારની મહિલા અને તેના માત્ર છ માસના બાળકને પણ અસહ્ય ગરમીની અસર થઇ હતી. મહિલા તેના બાળકને લઈને ફૂટપાથ ઉપર બેઠી હતી ત્યારે મહિલાના ખોળામાં તેના છ માસનું બાળક રમી રહ્યું હતું. તેજ સમયે અસહ્ય ગરમીના કારણે મહિલા અચાનક જ બેભાન બની રોડ ઉપર ઢળી પડી હતી. જેથી મહિલાને જાેઈ આસપાસના લોકો તેની મદદે દોડી આવ્યા હતા. મહિલાના ખોળામાં રમતું બાળક ગરમ રોડ ઉપર બિનવારસી જેવી હાલતમાં પડ્યું હતું. જેથી આ સમગ્ર બનાવની‌ જાણ તરસાલી ખાતે રહેતા જીગ્નેશ રાજપુત નામનાં યુવાને ૧૦૮ એમ્બ્યુલન્સને કરી હતી. ઘટનાનો કોલ મળતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી બેભાન મહિલાને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇ આવી હતી. જ્યારે તેના છ માસના બાળક અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની શી ટીમ બાળકને પણ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઇ આવી હતી. જાેકે બાળકની માતા બેભાન હાલતમાં હોવાથી છ માસના બાળકને સાચવવાનો જટિલ પ્રશ્ન ઉભો થયો હતો. હાલના તબક્કે સયાજી હોસ્પિટલની સામે ખાણીપીણી લારી ચલાવતા અને હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વભાઈ રાજપૂત બાળકની સારસંભાળ લઇ રહ્યા છે. હવામાનની આગાહી ઃ આગામી સપ્તાહમાં પારો હજુ વધશે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી આગામી ૪૮ કલાક માટે મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા છે. જેથી આગામી બે ત્રણ દિવસ દરમિયાન ગરમીનો ઓછો અહેસાસ થાય એવી શક્યતા છે, પરંતુ આગામી સપ્તાહથી મહત્તમ તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી વધે એવી શક્યતા છે. ત્યારે ફરી એકવાર આકરી ગરમીનો માર સહન કરવો પડે તેવી શક્યતા છે.જાેકે, આજે પણ દિવસ દરમિયાન આંશિક વાદળિયા માહોલ વચ્ચે બફારો અનુભવાયો હતો.હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતંુ. સવારે હવામાં ભેજનુ પ્રમાણ ૫૦ ટકા જે સાંજે ૨૪ ટકા અને હવામાં ભેજનુ પ્રમાણ ૧૦૦૫.૯ મિલિબાર્સ અને દક્ષિણ પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતી પ્રતિ કલાકના ૮ કિ.મી. નોંધાઈ હતી. સનસ્ટ્રોકનાં લક્ષણો અને તેનાથી બચવાનાં ઉપાયો હાલ શહેર જિલ્લામાં આકરા ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે ગરમીમાં ફરતાં અને વધુ સમય સુધી બહાર રહેતા વ્યક્તિઓને સનસ્ટ્રોકની અસર થવાની શક્યતા વધુ રહે છે. સનસ્ટ્રોકના લક્ષણો અંગે કારેલીબાગની આઈડી હોસ્પિટલના તબીબી અધિકારી ડૉ. પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, હાઇગ્રેડ ફીવર, શરીરનું તાપમાન વધવું, ચામડી સુકાઈ જવી, પેશાબ ઓછો આવવો, ઉલટી તથા ચક્કર આવવા, માથામાં દુખવું, બીપી લો થવું, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન વગેરે લક્ષણો સનસ્ટ્રોકના છે. તેનાથી બચવા માટે ગરમીમાં લાંબા સુધી બહાર રહેવું નહીં, ખુલ્લા માથે તાપમાં ફરવું નહીં, ખાંડ તથા મીઠા વાળું પાણી કે શરબત થોડી થોડી વારે પીવું, મોઢાને ઠંડક માટે પાણીથી વારંવાર છાલકો મારવી, માથા ઉપર ટોપી અને ગોગલ્સ પહેરવા જાેઈએ.
    વધુ વાંચો
  • ગુજરાત

    ન૫ાણિયું તંત્ર બે લાખ લોકોને એક ટાઇમ મળે તેટલું પાણી સ્વિમિંગ પુલમાં ઠલવાશે

    વડોદરા, તા.૧૨વડોદરા શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની ભારે સમસ્યા છે. કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા વચ્ચે ગઈકાલથી પૂર્વ વિસ્તારમાં જ આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં ફાયર વિભાગના ટેન્કરોથી પાણી ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. આજે સાંજ સુધીમાં ૧૫૪ ટેન્કર પાણી સ્વિમિંગ પુલમાં ઠાલવી દેવામાં આવ્યુ છે. આટલા પાણી બાદ સ્વિમિંગ પૂલની ડીપનો ભાગ ભરાયો છે. જ્યારે હવે શેલોમાં પાણી ભરાઈ રહ્યા છે. પાલિકાનો સ્વિમિંગ પૂલની લંબાઈ ૫૦મી.અને પહોળાઈ ૨૫મી. છે, જ્યારે ડીપ વિસ્તાર ૧૨ ફીટ અને શેલો ૫ ફૂટ ઊંડો છે. ત્યારે અંદાજે ૨૫ લાખ લિટર પાણી ઠાલવવું પડે, આમ શહેરના બે લાખ લોકોને એક ટાઈમ પાણી મળે તેટલુ પાણી સ્વિમિંગ પૂલમાં ભરવામાં આવશે.  વોર્ડ નંબર ૧૫ ના ભાજપના કોર્પોરેટર આશિષ જાેશીએ કહ્યુ હતું કે, સ્વિમિગ પૂલ ભરવા બીજા ૧૫૦ થી ૨૦૦ પાણીના ટેન્કર ઠાલવવા પડે તેમ લાગી રહ્યંુ છે. લોકોની પાણીની પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવાના બદલે માત્ર સ્વિમિંગ માટે આવતા ૫૦૦ લોકોની સુવિધાનો વિચાર કરવો એ યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે નાલંદા ટાંકીનો સંપ ૧૮ ફૂટ ભરાય તો બે ફૂટ પાણીની બચત રહે અને તે સપ્લાય સ્વિમિંગ પૂલને કરી શકાય છે, પરંતુ હાલ સંપ સાડા ૧૬ ફૂટ પાણી ભરાય છે એટલે જથ્થાની ઘટ રહે છે. રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં છેલ્લા બે દિવસમાં ૧૫૪ જેટલી ટેન્કરો પાણી ઠાલવવામાં આવ્યુ છે., તેમાં નાલંદા ટાંકીથી બે દિવસ સુધી ૨૦ મિનિટ સુધી પાણી આપેલું હતું તેનો પણ જથ્થો છે. આ ટેન્કરો ૫૦૦૦ની નહીં, પરંતુ ૧૨,૦૦૦ લિટરની ક્ષમતા વાળી ટેન્કરોનો ઉપયોગમાં લેવામાં આવે તે છે. ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી બંધ સરદારબાગ, રાજીવ ગાંધી અને લાલબાગ સ્વિમિંગ પૂલ ચાલુ કરવાની માગ કરાઈ હતી. જેના રિપેરીંગની કામગીરી પૂર્ણ થતાં હવે તેમાં પાણી ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ છલકાયા બાદ લાલબાગમાં પાણી ભરાશે!! પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ રાજીવ ગાંઘી સ્વિમિંગ પૂલ ભરવામાં આવી રહ્યો છે.પૂર્વ વિસ્તારમાં આવેલા આ સ્વિમિગ પૂલમાં ફાયરની ટેન્કરો દ્વારા પાણી ઠાલવીને ભરવામાં આવી રહ્યો છે.સાથે ગઈકાલ થી લાલબાગ સ્વિમિંગ પૂલ પણ ટેન્કરો દ્વારા ભરવામાં આવી રહ્યો હતો.જાેકે, લાલબાગ સ્વિમિંગ પૂલમાં ૨૦ ટેન્કર પાણી ઠાલવ્યા બાદ હાલ લાલબાગ સ્વિમિંગ પૂલમાં પાણી ઠાલવવાનુ બંધ કરીને રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં પાણી ઠલવાઈ રહ્યુ છે. આ સ્વિમિંગ પૂલ ભરાયા બાદ લાલબાગ સ્વિમિગ પૂલને ભરવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સયાજી હોસ્પિટલમાં પણ કકળાટ દર્દીના સગાઓની પાણી લેવા માટે લાંબી લાઈનો લાગી!!

    વડોદરા, તા.૧૨વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં તંત્ર દ્વારા મોટાભાગના વોર્ડમાં પાણીના કુલરો વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પણ હાલના તબક્કે દર્દીઓ અને તેમના સગાઓમાં પાણીનો પોકાર છે. જગ્યાના પાણીના કુલરોમાં પાણી આવે છે ત્યાં દર્દીના સગાઓની બોટલો લઈને લાંબી લાઈનો પડતી હોવાનું જાેવા મળી રહ્યું છે, જેથી એક જ કુલર ઉપર પાણી લેવાનો મારો જાેવા મળી રહ્યો છે. અલબત્ત પાણીની પોકાર માટે દર્દીના સગાઓમાં હાલના તબક્કે પણ છુપા રોષની લાગણી જાેવા મળી રહી છે. જાેકે, સયાજી હોસ્પિટલમાં છાસવારે પીવાના અને પાણીના વપરાશની અછત ની ફરિયાદ તેમજ બૂમો સયાજી હોસ્પિટલના વહીવટી તંત્ર તેમજ અધિકારીઓ સમક્ષ પહોંચતા તંત્ર દ્વારા મોટાભાગનાં વોર્ડમાં પીવાના ઠંડા પાણી માટે કુલરો ગોઠવવામાં આવ્યા છે અને હાલના તબક્કે પણ સર્જિકલ વોર્ડમાં છ જેટલા નવા ઠંડા પાણી માટે કુલરો ગોઠવવામાં આવ્યા છે. પરંતુ પીડિયાટ્રિક વોર્ડ તેમજ તાત્કાલિક સારવાર વિભાગની ઉપર આવેલા મેડિસિન વોર્ડમાં પીવાનું અને વાપરવાનું પાણી ન આવતા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તો પીડિયાટ્રિક વોર્ડના દાખલ દર્દીના સગાઓને બાટલો લઈને પાણી ભરવા માટે છેક તાત્કાલિક સારવાર વિભાગની બહાર આવેલા કુલર ખાતે પાણી ભરવા આવી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં છાશવારે દર્દીઓને પીવાના પાણી તેમજ વપરાશના પાણીની અછત જાેવા મળી રહી છે. જેની સીધી અસર હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ તેમના સગાઓ ઉપર પડી રહી છે. એટલું જ નહીં વોર્ડમાં પાણી ન આવવાના કારણે દર્દીના સગાઓને પાણી માટે દરદર ભટકવું પડે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સરકારી કચેરીઓ પાણીના જગના ભરોસે કલેક્ટર કચેરી, પોલીસ ભવન સહિતની સરકારી કચેરીમાં જગનું ‘સામ્રાજ્ય’

    વડોદરા, તા. ૧૨ઉનાળાની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. ત્યારે કોર્પોરેશન વડોદરાના શહેરીજનો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં નપાણીયું સાબિત થયું છે. તો બીજી તરફ શહેરના જુદા જુદા વિસ્તારમાં કાર્યરત સરકારી કચેરીઓમાં પણ પીવાના પાણી માટે જગ મંગાવવાની નોબત આવી છે. જેમાં કોર્પોરેશનની વડી કચેરી પણ બાકાત રહી નથી. એક અંદાજ પ્રમાણે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પોલીસ ભવન, કોર્પોરેશનની કચેરી, સહિતની સરકારી કચેરીમાં રોજના ૪૦૦ જગ પીવાનું પાણી મંગાવવામાં આવે છે. તો શું આ ખર્ચ સરકારના માથે કે પછી અરજદારોના માથે તે જ એક પ્રશ્ન છે. વડોદરા શહેરમાં પાણી પૂરું પાડવાની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની છે. જેમાં માત્ર રહેણાંક વિસ્તારો નહીં,પરંતુ સરકારી કચેરીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં જ પાણી પૂરું પાડવામાં નપાણીયું કોર્પોરેશનનું તંત્ર સરકારી કચેરીઓમાં પાણી પહોંચાડવામાં પણ સક્ષમ નથી. વડોદરા જિલ્લા કલેકટરની કચેરીમાં રોજના ૨૦ જગ પાણી મંગાવામાં આવે છે. તેજ રીતે પોલીસ ભવનમાં રોજના ૨૦ જગ જેટલું પાણી આવે છે. એટલું જ નહીં કોર્પોરેશનની વડી કચેરી ખાતે પણ રોજના ૧૦ જગ પીવાનું પાણી મંગાવવામાં આવે છે. તે પુરાત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી, નર્મદા ભવન, કુબેર ભવન, શહેરના વિવિધ પોલીસ સ્ટેશન, કોર્પોરેશનની વોર્ડ ઓફિસ, વીજ કંપનીની કચેરીઓ સહિતની તમામ સરકારી કચેરીમાં પણ પીવાના પાણી માટે જગનો સહારો લેવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે શહેરની સરકારી કચેરીઓમાં રોજના ૫૦૦ જગ પાણી મંગાવવામાં આવે છે. જે આંક ખરેખર ખુબ જ ઊંચો છે. શું છે પાણીના જગનું સરકારી કચેરીનું ગણિત? વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં એક અંદાજ મુજબ રોજના ૫૦૦ જગ પાણી મંગાવવામાં આવે છે. જેનો અર્થ એ થયો કે, રોજનું ૧૦,૦૦૦ લીટર પાણી ખરીદવામાં આવે છે. એક જગનો માર્કેટ ભાવ રૂ. ૩૦ છે. જે અનુસાર રોજના ૫૦૦ જગના રૂ. ૩૦ અનુસાર કુલ રૂ. ૧૫૦૦૦નો ખર્ચ પાણીના જગ માટે થાય છે. જેનો મહિનાનો અંદાજિત ખર્ચ રૂ. ૪ લાખ જેટલો થાય છે. હવે, પાણી ન મળતાં કલેક્ટર કોને રજૂઆત કરશે? સામાન્ય રીતે જિલ્લામાં કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી હોય તો રજૂઆત કરવા કલેકટર પાસે આવે છે. પાણીની તકલીફ હોય તો તેની રજૂઆત પણ કલેકટરને જ કરવામાં આવે છે. ત્યારે હવે, કલેકટર કચેરીમાં જ પાણીની મુશ્કેલી છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર કોર્પોરેશન દ્વારા જે પાણી આપવમાં આવે છે તેનો સ્વાદ ભાવતો નથી. જેથી પાણીના જગ મંગાવવાની નોબત આવી છે. હવે, કલેકટરે પોતાની મુશ્કેલી માટે કોને રજૂઆત કરવી? તે જ મોટો પ્રશ્ન છે. અધિકારીઓ માટે જગ નહીં બોટલની વ્યવસ્થા કલેકટર કચેરી હોય કે પછી, કલેકટર કચેરી સંલગ્ન અન્ય કચેરી, પોલીસ ભવન હોય કે પછી પોલીસ સ્ટેશન કે પછી વોર્ડ ઓફિસ અધિકારીઓ માટે તો પાણીના બોટલ જ ઓર્ડર કરવામાં છે. રૂ. ૫ના નાના બોટલ મોટી સંખ્યામાં દર સપ્તાહે મંગાવવામાં આવે છે. જેનો જ ઉપયોગ અધિકારીઓ તેમજ તેમના મહેમાનો માટે કરવામાં આવતો હોય છે. તેનો પણ અંદાજિત ખર્ચ દર મહિને રૂ. ૨ લાખ જેટલો આંકવામાં આવી રહ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ૧૨ દિવસથી ગુમ ફાઈનાન્સર યુવકની હત્યા લાશને કેનાલમાં ફેંકી, જિમટ્રેનર મિત્ર ઝડપાયો

    વડોદરા, તા. ૧૨તરસાલીના મોતીનગરમાં પત્ની અને એક સંતાન સહિતના સંયુક્ત પરિવારમાં રહેતા ૩૦ વર્ષીય ફાયનાન્સર જયમીન વિનોદભાઈ પંચાલ લોકોને નાણાં ધીરવાનું કામ કરતો હતો. ગત ૩૧મી તારીખના સાંજે જયમીન તેની બાઈક લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો. મોડી રાત સુધી તે ઘરે પરત નહી ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી પરંતું તેના કોઈ સગડ નહી મળતા આખરે મકરપુરા પોલીસને જયમીનના ગુમ થવાની જાણ કરાઈ હતી. ફાયનાન્સનું કામ કરતો યુવક ભેદી સંજાેગોમાં ગુમ થતાં બનાવની ગંભીરતા જાેઈ પીઆઈ જે.એન.પરમારે ઘનિષ્ટ તપાસ શરૂ કરી હતી. પોલીસે જયમીનના મોબાઈલ ફોનના લોકેશનની તપાસ કરી હતી જેમાં છેલ્લું લોકેશન તરસાલી બાયપાસ પાસેના રહેણાંક વિસ્તારોમાં દેખાયું હતું. આ વિગતોના પગલે પોલીસે તરસાલી હાઈવે પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરી હતી જેમાં જયમીન ગુમ થયા બાદ તેની બાઈક લઈને એક બુકાનીધારી યુવક તરસાલી વિસ્તારમાં અવર જવર કરતા નજરે ચઢતા પોલીસે સીસીટીવી કેમેરાની કડીઓ એકઠી કરી હતી અને બાઈકને એક ગેરેજમાંથી ઝડપી પાડ્યું હતું. આ બાઈકને જયમીનનો ખાસ મિત્ર અને જીમટ્રેનર સતીષ વસાવાએ ગેરેજ માલિકને વેંચી હોવાની વિગતો મળતા જ પોલીસે ગઈ કાલે સતીષ વસાવાની અટકાયત કરી હતી. પોલીસે સતીષની કડકાઈથી ઉલટતપાસ કરતાં તેણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે ગત ૩૧મી તારીખના સાંજે તેણે જયમીનને પોતાના ઘરે દારૂની પાર્ટી કરવા માટે બોલાવ્યો હતો અને જયમીનને ચિક્કાસ દારૂ પીવડાવ્યા બાદ તેણે જયમીનના મોંઢા પર બળપુર્વક ઓશિંકુ દબાવી રાખી તેની ઠંડા કલેજે હત્યા કરી હતી અને તે જ રાત્રે તેની લાશને તેની માતાની મદદથી મોપેડના કવરમાં લપેટીને જયમીનના બાઈક પર મુકી હતી અને ત્યારબાદ હાઈવે પર માતાને બાઈક પરથી ઉતારીને રિક્ષામાં રવાના કર્યા બાદ તે એકલો લાશને બાઈક પર આગળ ટાંકી પાસે મુકીને ધનિયાવી પાસેથી પસાર થતી નર્મદાની એપ્રોચ કેનાલમાં ફેંકી દીધી છે. જયમીનની હત્યાનો ઘટસ્ફોટ થતાં થતા પરિવારજનો સાથે પોલીસ ચોંકી ઉઠી હતી. હત્યાના કારણ અંગે સતીષે જણાવ્યું હતું કે તેની જયમીન સાથે ત્રણેક વર્ષથી મિત્રતા હોઈ તેણે જયમીન પાસેથી અત્યાર સુધી ટુકડે ટુકડે દોઢેક લાખ ઉધાર લીધા છે. જાેકે જયમીન નાણાંની કડકાઈથી ઉઘરાણી કરતો હોઈ અને આ મુદ્દે બોલાચાલી પણ થતાં તેણે જયમીનને નાણાં પરત આપવા ના પડે તે માટે હત્યાનું કાવત્રુ ઘડ્યું હતું અને તે મુજબ ૩૧મી તારીખના મોડી સાંજે પોતાના ઘરે દારૂની પાર્ટી કરવા માટે બોલાવ્યો હતો અને જયમીનને ચિક્કાર દારૂ પીવડાવીને તક મળતા તેની હત્યા કરી હતી. આ વિગતોના પગલે પોલીસે સતીષ અને તેની માતા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. જિમમાં થયેલી મિત્રતા મોત સુધી દોરી ગઈ જયમીન પંચાલ ત્રણેક વર્ષ અગાઉ તરસાલી વિસ્તારમાં જીમમો જતો હતો જયાં સતીષ વસાવા જીમ ટ્રેનર હોઈ તેઓની વચ્ચે પરિચય થયો હતો. સતીષને કાયમ નાણાંની ખેંચ રહેતી હતી જે દરમિયાન તેને જાણ થઈ હતી કે જયમીન સાઘનસંપન્ન પરિવારનો છે અને નાણાં ધીરવાનો ધંધો કરે છે. આ વિગતોના પગલે તેણે જયમીન સાથે ઘેરાબો વધાવી પોતાની ઘરે વારંવાર પાર્ટી માટે બોલાવ્યો હતો અને તઓની વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી. જાેકે જીમમાં થયેલી મિત્રતા જ જયમીનને મોત સુધી ખેંચી ગઈ હતી. નાણાંની તકરાર કે અન્ય કોઈ કારણ? સતીષ વસાવાએ ઉધાર નાણાં ચુકવવા ના પડે તે માટે હત્યા કરી હોવાનું કબુલ્યું છે પરંતુ પોલીસને એવી પણ વિગતો સાંપડી છે કે જયમીન પાર્ટી કરવા માટે સતીષના ઘરે જતો હતો અને તેણે સતીષની પત્ની વિશે પણ વાંધાજનક કોમેન્ટ કરી હતી જે મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જાેકે નાણાંની તકરાર સિવાય અન્ય કોઈ કારણ પણ જવાબદાર હોવાની શંકા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લાશ શોધવા કેનાલ ખાલી કરવાનો આદેશ સતીષ વસાવાએ લાશને ધનિયાવી પાસે કેનાલમાં લાશ ફેંકી હોવાની કબુલાત કરતા પોલીસની એક ટુકડી તેને લાશ ફેંકી ત્યાં લઈ ગઈ હતી જયાં તેણે લાશને ક્યાં ફેંકી તે જગ્યા બતાવી હતી. આ અંગે મકરપુરા પીઆઈ જે એન પરમારે જણાવ્યું હતું કે બાર દિવસથી લાશ કેનાલમાં હોઈ પ્રાથમિક તપાસ કરતા તે મળી નથી જેથી લાશ શોધવા માટે કેનાલ ખાલી કરાવવા માટે તંત્રને જાણ કરાઈ છે અને આશરે ૨૦થી ૨૨ કલાકમાં કેનાલ ખાલી થયા બાદ લાશને ફરી શોધવાની તજવીજ કરાશે. સોનું લૂંટીને મોબાઈલ-એટીએમ કેનાલમાં ફેંક્યાં સતીષે જયમીને પહેરેલા આશરે છ તોલાના દાગીના અને તેના પાકિટમાંથી રોકડા નાણાં કાઢી લીધા હતા. જયમીન મોંઘોદાટ ફોન અને એટીએમ કાર્ડ વાપરતો હતો પરંતું ફોન અને એટીએમ કાર્ડના ઉપયોગથી પોતે ગમે ત્યારે પોલીસના હાથે ઝડપાઈ જશે તેવી ખાત્રી હોઈ શાતિર દિમાગના સતીષે મોબાઈલ ફોન તેમજ પાકિટમાંથી એટીએમ કાર્ડ કાઢીને તે પણ કેનાલમાં ફેંકી દીધા હોવાનું જણાવતા પોલીસે મોબાઈલની પણ શોધખોળ શરૂ કરી છે. ૨૭મીએ જ હત્યાનો પ્લાન હતો સતીષ વસાવાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે કોઈની પણ મદદ લીધા વિના ચુપચાપ જયમીનની કોઈ પણ ભોગે હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જાેકે જયમીન પણ શારીરિક રીતે ખડતલ હોઈ તેને મારી નાખવા માટે બળપ્રયોગના બદલે નશો કરાવીને હત્યા કરવાનો કારસો રચ્યો હતો. આ કારસા મુજબ સતીષ ગત ૨૭મી તારીખે જયમીનને તાડી પીવા માટે રાજપિપળા પાસે આવેલા તેના વતનમાં લઈ ગયો હતો અને બંનેએ તાડીનો નશો કર્યો હતો. જાેકે તે વખતે જયમીનની હત્યાનો પ્લાન સફળ નહી રહેતા તેણે ૩૧મી તારીખે જયમીનને પોતાના ઘરે બોલાવીને ચિક્કાર દારૂ પીવડાવીને હત્યાનો અંજામ આપ્યો હતો. નાણાં કમાવવા માટે શોર્ટકટની ઘેલછા ચિંતાજનક શહેરના જાણીતા મનોચિકિત્સકોએ જણાવ્યું હતું કે આજકાલ યુવા વર્ગમાં રાતોરાત નાણાં કમાવવાની ઘેલછા છે અને તેની માટે યુવાનો ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે તે ખરેખર ચિંતાજનક છે. જાેકે નાણાં કમાવવા માટેના આવા ગેરકાયદે શોર્ટકટથી ક્યારેય ભવિષ્ય સુધારતું નથી અને તે રસ્તો કાયમ પોલીસ અને કોર્ટ સુધી દોરી જાય છે માટે યુવાનોએ આ રીતે નાણાં કમાવવા માટેના વિચારોથી દુર રહેવું જાેઈએ.
    વધુ વાંચો

રાષ્ટ્રીય સમાચાર

રાજકીય સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

બિઝનેસ

રમત ગમત


રાશી ફળ

ટેલિવુડ


ફૂડ એન્ડ રેસિપી


અજબ ગજબ


બૉલીવુડ