કાનપુર-

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસ લાઇનમાં એક ગંભીર દુર્ઘટના બની ગઇ. પોલીસ લાઇનની બરાકની છત અચાનક તૂટી પડી. પરિણામે સંખ્યાબંધ પોલીસ એની નીચે દટાયા હતા અને એક પોલીસમેનનું મરણ થયું હોવાનું કહેવાય છે. આ પોલીસને ગંભીર ઇજા સાથે સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયો તો જ્યાં એણે દમ તોડ્યો હતો.

મળતી માહિતી મુજબ એક તરફ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મહાડમાં પાંચ વર્ષ પહેલાં બંધાયેલી એક ઇમારત તૂટી પડ્યાના સમાચાર હતા ત્યારે બીજી બાજુ કાનપુરની પોલીસ લાઇનમાં થયેલી દુર્ઘટનાનાન સમાચાર મળ્યા હતા. આ લખાતું હતું ત્યારે પોલીસ લાઇનમાં રાહત કાર્ય ચાલુ હતું. ઇજાગ્રસ્તોની સ્થિતિ ભયમુક્ત હોવાનું હૉસ્પિટલના પ્રવક્તાએ કહ્યું હતું. આ બરાક વિશેની સંપૂર્ણ વિગતો હજુ બહાર આવી નહોતી. છત તૂટી પડી એની તપાસ પૂરી થાય ત્યારે કદાચ આખી ઘટનાની વિગતો જાણવા મળી શકશે