મુંબઇ

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂરથી પણ વધારે ચર્ચામાં તેમનો મોટો દીકરો તૈમૂર રહે છે. તૈમૂરની તસવીરો ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. કરીના કપૂરે જ્યારથી ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે ત્યારથી તે તૈમૂરની તસવીરો શેર કરતી રહે છે જે ફેન્સને ઘણી પસંદ આવે છે. તૈમૂરની આવી જ એક ક્યૂટ તસવીર કરીના શેર કરી છે.

તસવીરમાં ટિમ ટિમ હાથમાં બેકિંગ ટ્રે લઈને ઉભો છે અને તેમા કેટલાક કૂકીઝ છે. વ્હાઈટ કૂર્તામાં તૈમૂર ક્યૂટ લાગી રહ્યો છે અને સાથે તે પોતાની કૂકિંગ સ્કિલ દેખાડી રહ્યો છે. બીજી તસવીરમાં, કૂકીઝનો ક્લોઝર લૂક જોઈ શકાય છે. કૂકીઝનો શેપ કરીના કપૂર અને તેના પરિવારની સાથે-સાથે નવજાત બાળકની જેવો દેખાય છે.


ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર ❤️ કરીને બેબોએ લખ્યું છે કે, 'એક જ ફ્રેમમાં મારા બોય્ઝ. આમ તો ઘણા સારા લાગી રહ્યા છે