વડોદરા : વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકની યોજાયેલીપેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષયપટેલનો સોળહજાર ઉપરાંત માટેની સરસાઈથી વિજય થયો છે. અત્યંત રસાકસીભરી બનેલી કરજણ વિધાનસભાનીપેટા ચૂંટણીમાંપક્ષપલ્ટુ ઉમેદવાર અક્ષયપટેલે બાજી મારી જીતનુંપુનરાવર્તન કર્યું છે.પરંતુ તેઓની આ જીતપાછળ ભાજપના બે ધારાસભ્યો ડભોઈના શૈલેષ મહેતાએપોતાના વતન શિનોરમાંથી અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સાધલીમાંથી અપાવેલી સાત હજાર ઉપરાંતની લીડનો સિંહ ફાળો રહ્યો છે. જેને લીધે ભાજપની આબરૂની લાજ રહી ગઈ છે.

વડોદરા શહેરનીપોલિટેક્નિક ખાતે યોજાયેલ કરજણપેટા ચૂંટણીની મત ગણતરીમાં ૨૯ રાઉન્ડમાં મત ગણના કરવામાં આવી હતી. પ્રત્યેક રાઉન્ડની માટે ગણનાપૂર્ણ થયા બાદ એનાપછીના રાઉન્ડને માટે ઈવીએમ મશીનો લાવીને મત ગણના કરવામાં આવતી હતી. આને લઈને સવારે નવ કલાકથી શરુ થયેલ મતગણના બપોરે દોઢ વાગ્યા સુધીમાંપૂર્ણ થઇ ગઈ હતી. આ માટે ગણનામાં ભાજપના ઉમેદવાર અક્ષયપટેલ પ્રથમ રાઉન્ડથી જ આગળ ચાલી રહયા હતા. જેને લઈને ચૌદમાં રાઉન્ડ સુધીમાં તેઓની લીડ દશ હજાર નજીકપહોંચી ગઈ હતી.પરંતુ અચાનક ૧૪માં રાઉન્ડપછીના બે રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ છ હજાર જેટલી લીડ કાપતા સરસાઈ અડધોઅડધ જેટલી થઇ ગઈ હતી. જેને લઈને એક તબક્કે એમ વિચારાતું હતું કે આપેટા ચૂંટણીમાં છેલ્લા રાઉન્ડ સુધી રસાકસી સર્જાશે.પરંતુ એપછીના તમામ રાઉન્ડમાં શિનોર અને સાધલીના ઈવીએમ ખુલતા ભાજપના ઉમેદવારની લીડનો ગ્રાફ સતત ઉંચો ગયો હતો. જે છેલ્લા રાઉન્ડ સુધી જળવાઈ રહ્યો હતો. આને લઈને હાર નિશ્ચિત હોવાનું લાગતા કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા વિસ્મય રાઉન્ડના અંતે મતગણતરી મથક છોડીને ચાલ્યા ગયા હતા. તેઓએપોતાની હારનોપાંચ રાઉન્ડપહેલા જ સ્વીકાર કરી લીધો હતો. તેમજ જતા જતાપત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતી છે. રાજ્યના ગૃહમંત્રીએ સત્તાનો બેફામ દુરુપયોગ કરજણમાં કર્યો છે. કોંગ્રેસના કાર્યકરોને ડરાવી ધમકાવીને ભાજપે પ્રચાર કરવા દીધો નથી. એવો આક્ષેપપણ કર્યો છે.પરંતુ ભાજપ સામેનો સંઘર્ષ જારી છે અને જારી રહેશે.

છેલ્લી ૩ ચૂંટણીની સરખામણીમાં સર્વાધિક મતો સાથે વિજય

કરજણ બેઠકની છેલ્લી ગત સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારે ૨૩૦૦થી ૩૬૦૦ની સરસાઇથી વિજય મેળવ્યો હતો. પરંતુ આ વખતે પેટા ચૂંટણીમાં સર્વાધિક મતો ૧૬૪૦૯ મતોથી વિજય મેળવ્યો હતો. વર્ષ ૨૦૦૭ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદુભાઇ ડાભીએ ૨૨૯૦ મતે વિજય મેળવ્યો હતો. વર્ષે ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના સતિષ પટેલે ૩૪૮૯ મતોની સરસાઇથી વિજય મેળવ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના અક્ષય પટેલે ૩૫૬૪ મતોની સરસાઇથી વિજય મેળવ્યો હતો. આ વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાંથી લડેલા અક્ષય પટેલ છેલ્લી ૩ ચૂંટણીઓની સરખામણીમાં સર્વાધિક ૧૬૪૦૯ મતોની સરસાઇ સાથે વિજય મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપના નરેશ કનોડીયાએ ૨૮૧૭૧ મતોની સરસાઇ વિજય મેળવ્યો હતો.

સાત ઉમેદવારોને હજારથી ઓછા મત મળ્યા

વડોદરા, તા.૧૦

કરજણ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવલાયના અન્ય સાત ઉમેદવારોને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે અને આ સાતે ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. કરજણ બેઠક પર ૨૨૯૯ મતદારોએ કોઇપણ ઉમેદવારને પસંદ નહી કરી નોટાનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર સિવાય રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી, ભારતીય ટ્રાયબલ પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો મળીને ૭ ઉમેદવારોને એક હજાર કરતા ઓછા એટલે નોટા કરતા પણ અડધા મત મળ્યા હતા અને સાતે ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઇ હતી.

પોસ્ટલ બેલેટના ૧૧ મતો રદ થયા

કરજણ વિધાનસભાની બેઠક પર પોસ્ટલ બેલેટથી ૨૬૪ જેટલું મતદાન થયું હતું જેમાં ભાજપના ઉમેદવારને ૧૨૭, કોંગ્રેસના ઉમેદવારને ૧૧૧ મત મળ્યા હતા. આમ ૨૬૪ જેટલા મતોમાં ૧૧ મતો રદ થયા હતા. જ્યારે એક મત નોટાને આપવામાં આવ્યો હતો.