કેટરિના કૈફ પોતાના આવનારા બે પ્રોજેક્ટ વિશે ઘોષણા કરવાની હતી. પરંતુ આ દરમિયાન કોવિડ ૧૯ના કારણે સઘળા કામકાજ થંભી ગયા. તમામ પ્રોડકશન હાઉસિસ અને ફિલ્મસર્જકોની ઘોષણા પણ હોલ્ડ પર મુકાઇ ગઇ.

એવી ચર્ચા હતી કે, કેટરિના એક સુપરહીરો ફિલ્મમાં કામ કરવાની છે. આ એક બિગ બજેટ ફિલ્મ બનશે, જેનું દિગ્દર્શન અલી અબાસ ઝફર કરવાનો છે. ડાયરેકટરે આ પ્રોજેક્ટને સત્તાવાર સમર્થન આપી દીધું છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં અલીએ જણાવ્યું હતુ ંકે, હું એક સુપરહીરો યૂનિવર્સ ક્રિએટ કરી રહ્યો છું. ા પછી અમે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ કરશું જેમાં કેટરિનાની વાર્તા આગળ વધશે. અમે બે વધુ કેરેકટ્રસને ડેવલપ કરી રહ્યા છે. મારો ત્રીજો સુપરહીરો ભારતીય પૌરાણિક કથા સાથે જોડાયેલો છે અને ચોથો આર્મી ઓફિસર પર આધારિત છે. જોકે વાત એવી છે કે આ બિગ બજેટ ફિલ્મને ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. સૂત્રની વાત સાચી માનીએ તો કેટરિના આ ફિલ્મ દ્વારા ડિજિટલ ડેબ્યુ કરશે. ફિલ્મ બિગબજેટ બનશે અને ટીમે નેટફિલ્કસ સાથે આ ડીલ કરી છે. ફિલ્મ થિયેટરોમાં નહી ંપરંતુ વેબ પ્લેટફોર્મ પર જશે અને આ ધ્યાનમાં રાખીને ફિલ્મ તૈયાર કરવામાં આવશે.