સુરત-

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં 120માંથી 27 બેઠકો જીતીને આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં દમદાર પ્રવેશ કર્યાથી બાકીના પક્ષો અને ખાસ કરીને શાસક ભાજપને ફડક પેઠી છે. 

કેજરીવાલે પોતાના પક્ષની આવી અણધારી જીતને પગલે ટ્વિટ કર્યું હતું કે, એક નવા રાજકારણનો આરંભ કરવા બદલ ગુજરાતની પ્રજાનો આભાર. પોતાના પક્ષની આવી જીતથી હરખમાં આવી ગયેલા કેજરીવાલ હવે 26મીએ શહેરમાં રોડ-શો કરીને ત્યારબાદ 28મીએ આવનારી ગ્રામ્યસ્વરાજની એટલે કે પંચાયતની ચૂંટણીઓ દરમિયાન વધારે બેઠકો પર પ્રભાવ પાડવા પ્રયાસ કરવાના છે. 

સુરતમાં મતદારોએ આપને વિરોધપક્ષ તરીકે સ્થાપ્યો છે. આગામી 2022ની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી હવે ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે શેરીઓમાં ઉતરશે. સ્થાનિક કક્ષાએ ગ્રામ્ય સ્વરાજની ચૂંટણીમાં પણ આપ વધારે બેઠકો જીતીને વધારે મજબૂત વિપક્ષ તરીકે સામે આવશે એવો વિશ્વાસ કેજરીવાલે વ્યક્ત કર્યો હતો.