દિલ્હી

શિક્ષણ ક્ષેત્રે દેશના ટોચના રાજ્યોમાં સામેલ કેરળે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસેલ કરી લીધી છે. દેશમાં સાક્ષરતામાં નંબર વન રાજ્યએ તમામ સરકારી સ્કૂલોને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવાની જાહેરાત કરી હતી. સરકારે દાવો કર્યો છે કે રાજ્યની ૧૬ હજાર સેકન્ડરી અને પ્રાઈમરી સ્કૂલોમાં હાઈ ટેક ક્લાસરૂમ અને લેબ છે. સ્કૂલોને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવા પર સરકારે ૭૯૩ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચની સામે આ કામને માત્ર ૫૯૫ કરોડ રૂપિયા ખર્ચીને પૂરું કર્યું છે. આમે ૧૯૮ કરોડ રૂપિયાની બચત કરીને સ્કૂલોને હાઈ ટેક બનાવી દીધો. આવો સમજીએ કે કેરળના આ પ્રયોગનું શું મહત્વ છે અને નવા તૈયાર કરાયેલા હાઈ ટેક ક્લાસરૂમથી બાળકોને કેટલો ફાયદો થશે.

જેમ-જેમ ટેકનોલોજી અને સમય બદલાઈ રહ્યો છે, અભ્યાસ કરવાની અને કરાવવાની રીતમાં પણ ફેરફાર આવી રહ્યો છે. સ્લેટ અને પેનથી અભ્યાસનો સમય હવે લગભગ ખતમ થવા રહ્યો છે. સ્માર્ટ ક્લાસ હવે જરૂરિયાત બની રહી છે. બ્લેકબોર્ડનો પણ સમય ખતમ થઈ રહ્યો છે. હવે બાળકોને ઓડિયો-વિડીયો માધ્યમથી અભ્યાસ કરાવાઈ રહ્યો છે. ક્લાસમાં કોમ્પ્યુટર, વેબકેમ, પ્રોજેક્ટર દ્વારા અભ્યાસ થઈ રહ્યો છે. કોરોનાકાળમાં ઓનલાઈન અભ્યાસ બાળકોનો જીવનનો ભાગ બની ગયો છે. એવામાં કેરળ સરકારનો આ ર્નિણય આવનારા સમયમાં દેશના ઘણા અન્ય રાજ્યોમાં લાગુ થતો જાેઈ શકાય છે.

સીએમ વિજયને જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પર પહેલા ૭૯૩.૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન હતું, પરંતુ સ્થાનિક સંગઠનો અને સમાજના દરેક ક્ષેત્રના લોકોની મદદથી તેને ૫૯૫ કરોડમાં જ પૂરું કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે, જનતા તરફથી આ યોજના માટે ૧૩૬૫ કરોડ રૂપિયા મળ્યા. આ ઉપરાં કેરળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એને ટેકનોલોજી ફોર એજ્યુકેશને લેપટોપમાં ફ્રી સોફ્ટવેર નખાવીને ઓછામાં ઓછા ૩ હજાર કરોડ રૂપિયાની બચત કરી.

રાજ્ય સરકારે આ યોજનાની શરૂઆત ૨૧ જાન્યુઆરી ૨૦૧૮માં કરી હતી. સ્માર્ટ ક્લાસરૂમ માટે રાજ્યની ૧૬,૦૨૭ સ્કૂલોમાં ડિજિટલ ઉપકરણો આપવામાં આવ્યા છે. પહેલા ચરણમાં રાજ્યની હાઈ સ્કૂલો અને હાયર સેકન્ડરી સ્કૂલોના ૮થી ૧૨ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે ૪૫ હજાર હાઈ ટેક ક્લાસરૂમ તૈયાર છે. આટલું જ નહીં. ધોરણ ૧-૭ સુધી બાળકો માટે ૧૧,૨૭૫ પ્રાઈમરી અને અપર પ્રાઈમરી સ્કૂલોમાં હાઈટેક લેબ તૈયાર કરી દેવામાં આવી છે. કેરળ દેશનું પહેલું એવું રાજ્ય છે, જ્યાં પ્રાથમિક શિક્ષણમાં ૧૦૦ ટકા સાક્ષરતા મેળવી લીધી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં કુલ ૯૩.૯૧ ટકા લોકો સાક્ષર છે. રાજ્યમાં મોટાભાગની સ્કૂલો અને કોલેજ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કરાય છે.