સેન્ટ લુસિયા

વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની શ્રેણીમાં જોરદાર રમત બતાવીને દક્ષિણ આફ્રિકાએ તેનું નામ બનાવ્યું છે. બીજી મેચમાં જીતવા યજમાનોને 324 રનની જરૂર હતી પરંતુ કેશવ મહારાજની શાનદાર હેટ્રિક સામે ટીમ બીજી ઇનિંગમાં 174 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝને ક્લીન સ્વીપ કરવા માટે 158 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી.

ડાબા હાથના સ્પિનર ​​કેશવ મહારાજ, ટેસ્ટ હેટ્રિક લેનાર દક્ષિણ આફ્રિકાના બીજા જ બોલર બન્યા હતા, કારણ કે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને બીજા દિવસે ટેસ્ટ મેચમાં ગ્રોસ આઈલેટ ખાતે બીજી ટેસ્ટમાં 158 રનથી હરાવી બે ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. મહારાજે 36 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે કેરીબિયન ટીમ બીજી ઇનિંગમાં 324 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 165 રનમાં આઉટ થઈ ગઈ હતી.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી કિઅરન પોવલે સૌથી વધુ 51 રન બનાવ્યા હતા.મહારાજે પોવેલ, જેસન હોલ્ડર (0) અને જોશુઆ દા સિલ્વા (0) ની વિકેટ ઝડપીને 37 મી ઓવરમાં હેટ્રિક પૂર્ણ કરી. મહારાજ પહેલાં એકમાત્ર ઝડપી બોલર જયોફ ગ્રિફિને દક્ષિણ આફ્રિકા માટે હેટ્રિક લીધી હતી. જેણે 1960 માં લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે સિદ્ધિ હાંસલ કરી હતી. મહારાજ વેસ્ટ ઇન્ડીઝ સામે હેટ્રિક લેનાર પ્રથમ સ્પિનર ​​પણ બન્યો હતો.