દિલ્હી-

નાગરીક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ 9 તારીખે ભારતમાં આવતાં 100 દિવસોમાં વિમાની સેવાનાં માળખાગત ઢાંચામાં પરિવર્તન લાવવાનો રોડમેપ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિભાગે માળખાગત સુવિધાઓ તેમજ નીતિગત લક્ષ્‍ય નિશ્ર્ચિત કર્યા છે. જેને 30 નવેમ્બર સુધી લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત ક્ષેત્રીય કનેકટીવીટી યોજના ઉડાન હેઠળ 50 નવા માર્ગ શરૂ કરાશે. જે પૈકી 30 નવા 31 ઓકટોબર સુધીમાં જ લોંચ કરાશે જેમાં 6 નવા રૂટ એલાયન્સ એર, અને 4-4 નવા માર્ગો ઈન્ડીગો અને સ્પાઈસજેટ લોંચ કરશે. ઉપરાંત બીગ ચાર્ટર અને સ્ટાર એર 8-8 નવા રૂટ લોંચ કરશે. સિંધીયાએ ઉમેર્યું કે હવાઈ મંત્રાલય ઉડાન અંતર્ગત 100 દિવસોમાં 6 હેલીપોટ અને પાંચ નવા એરપોર્ટ શરૂ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. નાગરીક ઉડ્ડયન મંત્રાલય 30 નવેમ્બર સુધીમાં ગુજરાતના કેશોદ, ઝારખંડનાં દેવધર, મહારાષ્ટ્રનાં ગોંદીયા, સિંધુ દૂર્ગ અને યુપીનાં કૂશીનગરમાં એરપોર્ટ શરૂ કરશે.