નર્મદા-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયામાં અનેક યોજનાઓ શરુ કરી છે. પીએમનાં બે દિવસીય ગુજરાતના પ્રવાસમાં નરેન્દ્ર મોદીએ આરોગ્ય વન, ન્યુટ્રીશન પાર્ક, જંગલ સફારી સહીત અનેક યોજનાઓ દેશને સમર્પિત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા આરોગ્યવનનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન આખા વનમાં તેને ચક્કર માર્યું અને ગોલ્ફ કાર્ટમાં ફર્યા હતા. આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય અને મુખ્યમંત્રી રૂપાણી તેમની સાથે હતાં. ત્યારબાદ વડાપ્રધાને ન્યુટ્રીશન પાર્કનું ઉદઘાટન કર્યું, જ્યાં એક ટ્રેન બાળકો માટે બનાવવામાં આવી છે અને તે પાર્કમાં જુદી જુદી જગ્યાએ લઈ જાય છે. વડાપ્રધાને આ ટ્રેનમાં સફર કરી અને પાર્કનો દરેક ભાગ નિહાળ્યો હતો. વડાપ્રધાન મોદી જ્યારે ન્યુટ્રીશન પાર્કમાં હાજર હતાં ત્યારે ત્યાં માખણ બનાવવાની તકનીકણી આપવામાં આવતી જાણકારી તેમને જોઈ હતી અને તેઓએ જાતે વલોણામાં માખણ ઉતાર્યું હતું. મોદીએ 5D ફિલ્મની મજા માણી હતી. આ ફિલ્મો દ્વારા બાળકોને ઘરનું જમવાનું અને પોષ્ટિક ખોરાક અંગે ફિલ્મના માધ્યમથી જાણકારી આપવામાં આવશે. ઉપરાંત વડાપ્રધાને આજે એક મોલનું ઉદઘાટન કર્યું છે. આ દેશના વિવિધ હિસ્સાની સંસ્કૃતિ સાથે જોડાયેલી હેન્ડલુમ વસ્તુનાં સામાન મળશે. સ્ટેચ્યુ ઓફ યુનીટી પર દુનિયાભરમાંથી લોકો આવે છે એવામાં આ મોલમાં લોકોને ભારતભરની વિશેષ વસ્તુઓ મળી શકશે.