નર્મદા-

વિશ્વની સૌથી ચી પ્રતિમા ધરાવતા નર્મદા જિલ્લાના કેવડીયાથી અમદાવાદ સુધી ભારતની પ્રથમ સી-પ્લેન સેવા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકાઈ હતી. વડાપ્રધાને સેવા ખુલ્લી મુકયા પછી સી-પ્લેનમાં અમદાવાદ રવાના થયા હતા.આ સેવાથી રાજયના ટુરીઝમ અને રિજનલ કનેકટીવીટી સ્કીમ (આરસીએસ) ઉડાનને વેગ મળશે.

હાલના કાર્યક્રમ મુજબ અમદાવાદ કેવડીયા વચ્ચે દરરોજ બે ફલાઈટ રહેશે. સી-પ્લેન અમદાવાદથી સવારે 10.15 વાગ્યે ઉપડી કેવડીયા 10.45 કલાકે અને બીજી ફલાઈટ બપોરે 12.45 કલાક રવાના થઈ બપોરે 1.15 વાગ્યે પહોંચશે. કેવડીયાથી અમદાવાદ આવવા સવારે 11.45 અને બીજી ફલાઈટ બપોરે 3.15 કલાકે ઉપડશે અને 45 મીનીટમાં અમદાવાદ આવી પહોંચશે. 

સી-પ્લેનની વાતો વ્યવહારમાં ચરિતાર્થ થતાં લોકોની જિજ્ઞાસા વધી છે. 28 માર્ચ 1910 એ ફેંચ હેન્ડી ફેવરે મિનની પોતાની ઉર્જાના બળે વિશ્વની પ્રથમ સી-પ્લેન ફલાઈટમાં બેઠી હતી. આ ફલાઈટ માટે જીનોમ ઓમેગા એન્જીનની હાઈડ્રાવિઓન નામનું કલોટ પ્લેનનું ઉડ્ડયન થયું હતું. સીપ્લેનને ફલાઈંગ બોટ પણ કહેવાય છે. સપ્ટેમ્બર 2010માં બ્રિટીશ કંપની સુપરમરીને વિશ્વની પ્રથમ બોટ સર્વિસ ઈંગ્લેન્ડના વુલહટનની ફ્રાંસના લી હાપ્રે વચ્ચે લોંચ કરી હતી.1930ના દસકામાં અમેરિકા અને યુરોપમાં સી પ્લેન લોકપ્રિય બન્યા હતા. સી પ્લેનના કારણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટપાલ સેવા ઝડપી બની છે, અને માત્ર 16 દિવસમાં બન્ને સ્થળે પહોંચી જાય છે. બીજા વિશ્વયુદ્ધમાં સૌથી મોટી અને વજનદાર ફલાઈટ બોટ ઈલોમ એન્ડ વોસ બીવી 238નો ઉપયોગ કરાયો હતો. એ જર્મન બનાવટની હતી.આ સી-પ્લેનની લંબાઈ 15.77 મીટર છે, અને ઉંચાઈ 5.94 મીટર. તેની