અમદાવાદ-

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કાલે મંગળવારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે હાર જીત માટેના મત અંકે કરવા હવે છેલ્લા કલાકો બચ્યા છે આથી રાજકીય પક્ષો અને ઉમેદવારો ભારે દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લી ઘડીની ગોઠવણ અને મતદારોને ખેંચવાના પ્રયાસો આજે રાતભર થશે. કાલે મતદાન છે ત્યારે ભારે ઉત્તેજના વ્યાપી છે.મતદાન પછી મત ગણતરી કરવાથી પરિણામ સામે આવશે પરંતુ કાલે કઈ રીતે, કેટલું ? મતદાન થાય છે તેના પરથી હર જીતની અટકળો વધુ તેજ બનશે.

તમામ ૮ વિધાનસભા બેઠક પર મંગળવારે યોજાનાર મતદાનને લઇ એક તરફ જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. તો, બીજી તરફ, મતદાન પૂર્વેના 48 કલાક પૂર્વે પ્રચાર પડઘમ શાંત થતાં રાજકીય પક્ષો, તેમના ઉમેદવાર અને કાર્યકરોએ ડોર-ટુ-ડોર પ્રચાર,ખાટલા બેઠકો તથા જૂથ મિટિંગો શરૃ કરી છે અને હાલ છેલ્લી ઘડીની ગોઠવણ થઈ રહી છે. રાજયની અન્ય સાત વિધાનસભાની પેટાચૂંટણીની સાથોસાથ, ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીને લઇ કાલે તા. 3ના રોજ યોજાનાર મતદાનને લઇ એક તરફ રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો તથા કાર્યકરોએ છેલ્લી ઘડીની દોડધામ શરૃ કરી દિધી છે. મતદાનના 48 કલાક પૂર્વે પ્રચાર પડધમ શાંત કરવાની ચૂંટણી પંચની માર્ગર્દિશકાના પગલે રવિવારે સાંજના 6 કલાકથી ગઢડા વિધાનસભા બેઠક મતવિસ્તારમાં રાજકીય પક્ષોના પ્રચાર પડઘમ શાંત થયા હતા. સાથે જ રાજકીય પક્ષો, તેમના ઉમેદવાર અને કાર્યકરોએ છેલ્લી ઘડી સુધી રેલી, સભા અને જાહેર મેળવાડા યોજી સમૂહમાં મતદારોને રીઝવવાની તક જતી કરી ન હતી. 

- કુલ મતદારોની સંખ્યા 18,75,032 

- 1807 મતદાન સ્થળો ઉપર મતદાન

- 419 માઈક્રો ઓબઝરવર

- 324 સેક્ટર ઓફિસર

- 8 જનરલ ઓબઝરવર

- 8 ઓબઝરવર નિમણૂક

- 900 મતદાન મથકો પરથી લાઈવ વેબ્કાસ્ટીગ કરાશે

- 3400 થર્મલગનથી મતદારોનું ચેકિંગ માટે ઉપયોગ થશે

- આવતીકાલે યોજાનાર મતદાનમાં અબડાસા ની બેઠક પર ભાજપ્ના જાડેજા પ્રદ્યુમનસિંહ અને કોંગ્રેસના સંધાણી શાંતિલાલ મેઘજીભાઈ વચ્ચે સીધો જંગ થશે. 

- લીંબડીની બેઠક પર કિરીટસિંહ જીતુભાઇ રાણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસના ચેતનકુમાર રામ કુમાર ખાચર ખરાખરીનો જંગ ખેલાશે.

- મોરબીની બેઠક પર બ્રિજેશ મેરજા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કોંગ્રેસના જેન્તીભાઈ જેરામભાઈ પટેલ વચ્ચે ખેંચતાણ રહેશે.

- ધારીની બેઠક જેવી કાકડિયા અને કોંગ્રેસના સુરેશ કોટડીયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

- ગઢડાની બેઠક પર પૂર્વ મંત્રી આત્મારામ પરમાર ભારતીય જનતા પાર્ટી એ બેઠક ફાળવી છે તેમની સામે કોંગ્રેસના મોહનભાઈ સોલંકી મેદાનમાં ઉતયર્િ છે.

- કરજણ બેઠક પર ભારતીય જનતા પાર્ટી અક્ષય પટેલ અને કોંગ્રેસના જાડેજા કિરીટસિંહ દોલુભા વચ્ચે સીધી ટક્કર થશે.

- ડાંગની બેઠક પર પટેલ વિજયભાઈ રમેશભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તો સામે કોંગ્રેસના સૂર્યકાંત ગામીત પણ પાછા પડે તેવા ઉમેદવાર નથી.

- કપરાડાની બેઠક પર જીતુભાઈ ચૌધરી ને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે તો કોંગ્રેસે બાબુભાઈ પટેલ ને ટિકિટ આપીને ખરાખરીનો જંગ છેડી છે.