મુંબઈ-

KGFના પ્રથમ ભાગને ખુબ પ્રસંશા મળી હતી. દર્શકો દ્વારા તેને ખુબ વખાણવામાં આવ્યું હતું. થોડા દિવસોથી આ ફિલ્મનો બીજો ભાગ ખુબ ચર્ચામાં રહ્યો છે. પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં બોલીવૂડના પ્રખ્યાત ચહેરા રવીના ટંડન અને સંજય દત્ત જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.


સંજય દત્ત અને સાઉથ સ્ટાર યશની આ ફિલ્મ 'KGF: Chapter 2' ની રિલીઝ ડેટ સામે આવી છે અને ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. ફિલ્મ 16 જુલાઈ, 2021 ના ​​રોજ રીલિઝ થશે. સંજય દત્ત અને યશે તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી શેર કરી હતી છે. જણાવી દઈએ કે ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.