ખંભાત તાલુકો મહી સિંચાઈ કડાણા વિભાગમાં આવે છે. હાલ કડાણા ડેમ ખાતે રીપેરિંગ કામ ચાલતું હોવાથી કડાણા ડેમનું પાણી મળી શકતું નથી. આ પરિસ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા નર્મદામાંથી પાણી આપવામાં આવે છે, પરંતુ તાલુકાના છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચી શકતું નથી. ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર અને ધારદાર રજૂઆત કરવામાં આવી છે. મયુર રાવલે ખેડૂતની પરિસ્થિતિને ધ્યાને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રજૂઆત કરી હતી. સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, ખંભાત તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં ન મુકાય તે માટે યોગ્ય માત્રામાં પાણી છોડવામાં આવશે.