મહુધા : મહુધા તાલુકાના ૪૨ ગામોમાં પીવાના પાણીની સમસ્યાને પહોંચી વાળવા માટે ખીજલપુર પાણી પુરવઠા યોજના અંતર્ગત અલીણા ગામે બાસઠ કરોડના ખર્ચે સમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં. વર્ષોથી મહુધા તાલુકાના લોકોની પીવાના પાણીના પ્રશ્નોની માગણીઓ અને લાગણીઓને ધ્યાનમા રાખીને ગુજરાતની સરકાર હેઠળના ખીજલપુર પાણી પૂરવઠા દ્વારા પીવાના પાણીનું આયોજન કરતા મહુધા તાલુકાના ૪૨ ગામ માટે ૬૨ કરોડના ખર્ચે પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં મહુધા તાલુકાના અલીણા ગામે આજે સંપનુ ં ખાતમુહૂર્ત ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ ભાવેશભાઇ પટેલના આમંત્રણને માન આપીને જિલ્લા ભાજપ મહામંત્રી નટુભાઈ સોઢા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જંયતિભાઇ સોઢા, એપીએમસીના ચેરમેન નિલેષભાઈ પટેલ, મહુધા ભાજપ પ્રમુખ રૂપેશ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયા, પૂર્વ જિલ્લા મહામંત્રી નરેશભાઈ શાહ તેમજ મહુધા તાલુકા ભાજપ મહામંત્રી નરસિંહભાઈ ભોજાણી અને ગામના આગેવાનો, યુવા મિત્રો, આંગણવાડી બહેનો વગેરે હાજર રહ્યાં હતાં.