નડિયાદ, તા.૩ 

સરકાર દ્વારા મહિલાઓનું સશક્તિકરણ કરવા તથા સ્‍ર્વનિભરતા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. રાજ્યમાં મહિલાલક્ષી યોજનાઓ અને અધિકારો તથા વિવિધ પ્રશ્નોનો બાબતે સામાજિક જાગૃતિ લાવવા ઝૂંબેશ રૂપે ૨૦૧૫-૧૬થી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી દર વર્ષે ઓગસ્ટ માસમાં કરવામાં આવે છે. આ વર્ષે કોવિડ-૧૯ની વખતોવખતની સૂચનાઓનું ચૂસ્‍તપણે પાલન થાય તે રીતે ખેડા જિલ્લામાં તા.૧થી ૧૪ ઓગસ્‍ટ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧થી ૩ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કર્યાં બાદ હવે તા.૪ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, તા.૫ના રોજ મહિલા આરોગ્‍ય દિવસ, તા.૬નાં રોજ મહિલા કૃષિ દિવસ, તા.૭ના રોજ મહિલા શિક્ષણ દિવસ, તા.૮નાં રોજ મહિલા સ્‍વચ્છતા જાગૃતિ દિવસ, તા.૯નાં રોજ મહિલા કલ્‍યાણ દિવસ, તા.૧૦ના રોજ મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, તા.૧૧નાં રોજ મહિલા કર્મયોગી દિવસ, તા.૧૨નાં રોજ મહિલા અને કાનૂની જાગૃતિ દિવસ, તા.૧૩નાં રોજ શ્રમજીવી મહિલા દિવસ, તા.૧૪નાં રોજ મહિલા શારીરિક સૌષ્‍ઠવ દિવસની ઉજવણી ખેડા જિલ્‍લામાં કરવામાં આવશે.