રાજકોટ

ખેલો ઈન્ડિયા સેન્ટર(KICs)માં તાલીમ માટે ઓલમ્પિક 2024ને ધ્યાને લઈ (આર્ચરી,એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સિંગ, હોકી, જુડો, રોવિંગ, શુટીંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિશ, વેઇટ લિફ્ટિંગ,કુસ્તી) જેવી 14 રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ખેલો ઈન્ડિયા સેન્ટરમાં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમત દીઠ ઓછામાં ઓછા 30 તાલીમાર્થીઓ લાભ લઇ શકશે હોય તેવી સંસ્થા અથવા ભુતપૂર્વ ખેલાડીઓ આ સેન્ટર શરૂ કરવા માટેનો લાભ મેળવી શકશે. આ ખેલો ઈન્ડિયા સેન્ટર માટે પ્રત્યેક રમત દીઠ એક વખત મળવાપાત્ર શરૂઆતી સહાય રૂ.5.00 લાખ આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદ વેતન,નવા રમતના સાધનો ખરીદી કરવા,સ્પોર્ટ્સ કીટ,સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દીઠ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂ.5.00 લાખ રહેશે.

ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર રાજકોટ જીલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર(KICs)શરૂ કરવા અંગે ભારત સરકાર અને ગુજરાત સરકારના રમત ગમત વિભાગ દ્વારા જિલ્લા રમત ગમત અધિકારી દ્રારા ફોર્મ નિયમોનુસાર વેરીફાઈ કાર્ય બાદ કલેક્ટરશ્રી મારફત યોગ્ય લાયકાત ધરાવતી શાળાઓ,સંસ્થાઓ પાસેથી દરખાસ્ત મંગાવેલ છે. જેમાં ભુતપૂર્વ વિજેતા ખેલાડીઓ કે જેઓ હાલ રમતનું પ્રશિક્ષણ આપતા હોય અરજી ફોર્મના Annexure-II માં દર્શાવેલ યોગ્યતા મુજબ લાયકાત ધરાવતા ખેલાડીઓ અને પાંચ વર્ષથી વધુ સમયથી રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડતી હોય તેવી એકેડમીઓ, સંસ્થાઓ, શાળાઓએ પોતાની દરખાસ્તો (વધુમાં વધુ ત્રણ રમત માટે) જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, 7/2 બહુમાળી ભવન,રેસકોર્ષ રોડ,રાજકોટ શહેર ખાતે તા.26/05/2021 સાંજે 6:00 કલાક સુધીમાં રૂબરૂ મોકલી આપવાની રહેશે. ભુતપૂર્વ ખેલાડીઓ તથા સંસ્થાઓએ રજીસ્ટ્રેશન આઈ ડી મેળવેલ હોવો જોઈએ. ઓનલાઈન આઈ.ડી. nsrs.kheloindia.gov.inપરથી રજીસ્ટ્રેશન કરી શકાશે. અરજી ફોર્મ ખેલો ઈન્ડિયા વેબસાઇટ પરથી મેળવી શકાશે.વધુ માહિતી માટે 0281 -2442362/ વી.પી.જાડેજા (જિલ્લા રમત ગમત અધિકારી) મોં 9737160066 ઉપર મેળવી શકાશે.