અંબાજી, તા.૧૨ 

રાજસ્થાનની સરહદી બોર્ડર ફરી એકવાર સીલ કરી દેવાતા રાજસ્થાનથી ગુજરાતમાં જતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાત રાજ્યને અડીને આવેલી રાજસ્થાનની સરહદો રવિવારે સવારથી બંધ કરવાનો આદેશ મળતા રાજસ્થાન પોલીસે ગુજરાતને અડીને આવેલી બોર્ડર સીલ કરી દીધી છે. જેને લઈ ગુજરાતથી રાજસ્થાન જતા અનેક વાહનચાલકો અટવાયા હતા. તેમને રાજસ્થાનની બોર્ડર સીલ કરેલી હોવાથી વાહન ચાલકોને પરત ગુજરાત તરફ વાળવામાં આવ્યા હતા. જોકે આ બાબતે રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ફરી કોરોનાનું સંર્ક્મણ વધતા બોર્ડર સીલ કરવાનું આદેશ મળ્યો છે. જ્યાં જીવન જરૂરિયાત સામગ્રી સહીતના મોટા માલ વાહકો અને પાસ પરમિશનવાળા વાહનોને અવર જવર કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. છાપરી ફરજ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારી નથ્થુલાલે જણાવ્યું હતું. જ્યારે રાજસ્થાનમાંથી ગુજરાતના વાહનોને પરત ગુજરાત આવવા માટે માવલ ચેકપોસ્ટ મોકલવામાં આવી રહ્યા છે. જોકે આ રાજસ્થાનની બોર્ડર સીલ કરવા પાછળનું એક કારણ રાજસ્થાન સરકાર ઉપર ઘેરાયેલો સંકટોને લઈને પણ નિણઁય લેવાયો હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે.