વોશ્ગિટંન-

નોર્થ કોરિયાના સરમુખત્યાર કીમ જાેંગે કહ્યું હતું કે પાશ્ચાત્ય દેશો અમારી સાથેનું વર્તન બદલશે નહીં તો અમારે અણુશસ્ત્રો વાપરવા પડશે. તેમણે અમેરિકાને નોર્થ કોરિયાનું સૌથી મોટું દુશ્મન ગણાવ્યું હતું.

સ્ટેટ મિડિયાના રિપોર્ટ મુજબ કીમ જાેંગે કહ્યું કે અમેરિકા પોતાનું વલણ બદલે છે કે નહીં એના પર એની સાથેના નોર્થ કોરિયાના સંબંધનો આધાર છે. અમારી સાથેના સંબંધોમાં અમેરિકા પોતાનું હાલનું વલણ નહીં બદલે તો અમે અણુશસ્ત્ર વાપરતાં અચકાશું નહીં એવી ધમકી તેણે ઉચ્ચારી હતી. કીમ જાેંગે અમેરિકામાં બદલાનારા પ્રમુખ અને વહીવટી તંત્રનું નામ લીધા વિના કહ્યું કે હવે અમેરિકાએ જાતે નક્કી કરવાનું છે કે એ અમારી સાથે કેવા સંબંધો રાખવા માગે છે. અમે અમારા વલણમાં સ્પષ્ટ છીએ. કોઇ પણ સંબંધ એકપક્ષી હોઇ શકે નહીં. બંને તરફથી સરખાં પગલાં લેવાવાં જાેઇએ. જાેંગનાં વિધાનો એક પ્રકારની ધમકી જેવાં હતાં.