ભરૂચ

ભરૂચના મહંમદપુરા ખાતે આવેલ એ.પી.એમ.સી.માં ૧૬ ઓગષ્ટના રોજ લાગેલી ભીષણ આગની તપાસ સી.બી.આઇ.ને સોંપવાની માંગ સાથે માર્કેટના વેપારીઓએ કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસીએશનની આગેવાનીમાં રાજ્યપાલને ઉદ્દેશી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં એ.પી.એમ.સી.નો વહીવટ પણ ખાડે ગયો હોવાના આક્ષેપ કરાયા હતા.

ભરૂચના મહંમદપુરા ખાતે આવેલ એ.પી.એમ.સી.માં ૧૬ ઓગષ્ટનારોજ આગ લાગેલ હતી જેમાં ૧૫ દુકાનો આગની ચપેટમાં આવતા શાકભાજી અને ફળોના વેપારીઓને લાખોનું નુકશાન થયાનો અંદાજ છે. આ આગ કયા કારણોસર લાગી છે તે અંગે વેપારીઓ સહિત કિસાનોમાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. ગુરૂવારના રોજ એ.પી.એમ.સી.ના વેપારીઓએ કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસીએશનની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે દેખાવ કરી રાજ્યપાલને ઉદ્દેશી જીલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતંુ. આ આવેદનમાં આગના બનાવ અંગે સી.બી.આઇઉને તપાસ સોંપવાની માંગ ઉઠાવવામાં આવ છે. આ ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વહિવટ સામે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંચાલકો દ્વારા વેપારીઓને માનસિક રીતે હેરાનગતિ કરાતા હોવાનો આક્ષેપ કરાયો છે. માર્કેટયાર્ડના રસ્તાઓ બિસ્માર થવા છતાં તેના રિપેરીંગ કરાતા નથી. ગટરલાઈનો ચોકઅપ થઈ ગઈ છે તે સાફ કરાવાતી નથી. સાફ-સફાઈ સમયસર થતી નથી. જેના કારણે માર્કેટમાં તીવ્ર દુર્ગંધ વછૂટે છે. માર્કેટના સંચાલકોએ થ્રી-ફેઝ ડી.પી. પરથી માર્કેટને મળતું વીજ કનક્શન કાપી નાંખ્યું છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થાય છે. સાથે માર્કેટના સંચાલકોએ ખોટા ઠરાવો કરી માર્કેટને સબયાર્ડમાં તબ્દીલ કરવા માટે કૃત્ય કયંર્ુ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.