બ્રિટન-

બ્રિટનમાં ચાકૂબાજીના મોટા સમાચાર સામે આવ્યા છે. યુકે પોલીસે આ સમગ્ર ઘટના અંગે બાતમી આપી હતી કે બર્મિંગહામમાં અનેક લોકોની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કેટલાક લોકોને ઈજા થવાનાં સમાચાર પ્રાપ્ત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે ઇજાગ્રસ્તોની સ્થિતિ અને સંખ્યા વિશે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

બ્રિટિશ પોલીસના જણાવ્યા અનુસાર બર્મિંગહામમાં એક વ્યક્તિએ અનેક લોકોને ચાકુ માર્યા છે. આ ઘટના બર્મિંગહામ સિટી સેન્ટરની છે. બ્રિટિશ પોલીસે મોટી ઘટના ગણાવી છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે નિવેદન આપ્યું હતું કે તેમને સ્થાનિક સમય અનુસાર રાત્રીના અંદાજીત સાડા બાર વાગ્યે છરીબાજીની ઘટના અંગે માહિતી મળી. પોલીસને અન્ય સ્થળોથી પણ આવો જ કોલ આવ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ તમામ ઈમર્જન્સી સેવાઓને એક્ટિવેટ કરવામાં આવી છે. સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે ઘાયલોને તુરંત મેડિકલ સારવાર પ્રાપ્ત થાય, ઉલ્લેખનીય છે કે ઘાયલોનું સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસના નિવેદન મુજબ હાલ તપાસ ચાલી રહી છે કે ઘટના સ્થળ પર શું થયું હતું. તમામ જાણકારી પ્રાપ્ત થયા પછી સાચી પરિસ્થિતિથી લોકોને અવગત કરી શકાય, પોલીસના જણાવ્યા મુજબ હાલમાં કંઈપણ અદાજ લગાવવાનો સાચો નથી.આ ઘટનાથી સમગ્ર બ્રિટનમાં ફફડાટ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ પોલીસે કહ્યું કે અમને ઘણા લોકો ઘાયલ થયા છે તેના વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે. પરંતુ આ સમયે કેટલા લોકો ગંભીર છે તેનો ઉલ્લેખ કર્યો નહોતો.