અમદાવાદ-

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને દરેક પક્ષ પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાનાં ભાજપ-કોંગ્રેસનાં પસંદ કરાયેલા ઉમેદવારોએ જાહેર કરેલી સંપત્તિ અભ્યાસ અને ગુનાહિત વિગતોમાં ઉમેદવારોનાં એફિડેવિટનાં માધ્યમથી મહત્વની વિગતો બહાર આવી છે.

અમદાવાદ મહાનગર પાલિકાનાં ભાજપ-કોંગ્રેસનાં પસંદ કરાયેલા ઉમેદવારોમાં બન્ને પક્ષનાં ૩૦ થી વધુ ઉમેદવારો કરોડપતિ છે. જેમા સંપત્તિની વાત કરવામાં આવે તો મકતમપુરા કોંગ્રેસનાં સમીર પઠાણ પાસે ૧૬ કરોડ શેર અને ૧૪ કરોડની જમીન છે. થલતેજથી ભાજપનાં ઉમેદવાર હિતેશ બારોટ પાસે ૩૩ કરોડની જમીન છે, સાથે ૫૭ તોલા સોનુ પણ તેમની પાસે છે. સ્ટેડિયમ વોર્ડથી ભાજપનાં ઉમેદવાર પ્રદિપ દવે પાસે ૧ કિલો સોનું અને ૧ કિલો ચાંદી છે. વળી પાલડી ભાજપનાં પ્રીતિશ મહેતા પાસે ૧ કિલો સોનું છે.

કોઇ પણ સરકારી નોકરી લેવી હોય તો સામાન્ય માણસની પાસે તે જગ્યા મુજબનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. પરંતુ શું નેતા બનવા માટે કોઇ અભ્યાસની જરૂર છે. જવાબ મળશે ના.. અમદાવાદ મહાનગર પાલિકાનાં ભાજપ-કોંગ્રેસનાં પસંદ કરાયેલા ઉમેદવારોની વાત કરીએ તો તેમા ૩૮ ઉમેદવારો ૧૦ થતી પણ ઓછો અભ્યાસ કરેલા છે. આપને જણાવી દઇએ કે, અમરાઈવાડીનાં કોંગ્રેસનાં ઉમેદવાર પાર્વતી પરમાર અને તસલીમ આલમ ધોરણ ૩ પાસ છે, સરોજ સોની (વટવા ભાજપ) ધોરણ ૪ પાસ છે. રેશમાં કુક રાણી (સૈજપુર ભાજપ) ધોરણ ૮ પાસ છે. નીતા પરમાર (ઇન્ડિયા કોલોની ભાજપ) ધોરણ ૯ પાસ છે. ભરત કાકડીયા (ઇન્ડિયાકોલોની ભાજપ) ધોરણ ૯ પાસ છે. પૂનમ દંતાણી (વાસણા કોંગ્રેસ) ધોરણ ૭ પાસ છે. ભરતસરગરા (બહેરામપુરા ભાજપ) ધોરણ ૮ પાસ છે. કમલા ચાવડા (બહેરામપુરા કોંગ્રેસ) ધોરણ ૭ પાસ છે. ઈમ્તિયાઝ શેખ (દરિયાપુર કોંગ્રેસ) ધોરણ ૮ પાસ છે. ચંદ્રિકા રાવલ (નારણપુરા કોંગ્રેસ) ધોરણ ૭ પાસ છેે.

સરકારી નોકરી મેળવવી હોય તો સામાન્ય માણસ ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જાેઇએ. જ્યારે નેતા બનવા માટે કોઇ ગુનાહિત ઇતિહાસ હોય કે ન હોય તે જાેવાતુ નથી. અહી નીચે જાણો અમદાવાદ મહાનગર પાલિકાનાં ભાજપ-કોંગ્રેસનાં પસંદ કરાયેલા ઉમેદવારોમાં કેટલા ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ છે.