અમદાવાદ-

અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા યોજાશે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કફ્ર્યૂ લગાવી રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. ત્યારે સોમવારે શહેરના આ ૮ વિસ્તારોમાં કફ્ર્યૂ રહેશે.

અમદાવાદમાં રથયાત્રાને લઇ મંદિરમાં જાેરશોરથી તૈયારીઓ શરૂ થઈ છે. રથયાત્રામાં માત્ર ૩ રથ સાથે ૧૨૦ ખલાસીઓને મંજૂરી આપવામાં આવી છે. આથી રથયાત્રમાં જાેડાવનાર તમામ ખલાસીઓના કોરોના ટેસ્ટનું આયોજન કરાયું છે. આવતીકાલે બપોરે ૩.૩૦ વાગે મંદિરમાં વેકસિનેટેડ તમામ ખલાસીઓનું કોરોના ટેસ્ટ થશે. ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસે એક જાહેરનામુ બહાર પાડ્યું છે.સોમવારે રથયાત્રા નીકળવાની હોવાથી શહેરના ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર, શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરફ્યુગ્રસ્ત જાહેર કરાયો છે. સાથે જ લોકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવામાં પોલીસતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રથયાત્રાને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું. ગૃહ રાજ્યમંત્રીનું પ્રદિપસિંહ જાડેજાએ રૂટનું નિરીક્ષણ કર્યું. અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ૧૨ જૂલાઈએ રથયાત્રા નીકળશે. જેમાં અમિત શાહ મંગળા આરતી કરશે અને સીએમ રૂપાણી પહિંદવિધિ કરશે.