અમદાવાદ-

દર વર્ષે દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાતમાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત માટે આવતા હોય છે. ત્યારે રાજ્ય સરકારે ફરી એક વાર પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે કમર કસી છે. રાજ્ય સરકારે પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા રાજ્યના વિવિધ પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કર્યો છે. આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી વધારવા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એ પણ એક્સપ્રેસ બસો દોડાવવાનું નક્કી કર્યું છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ, ધોળાવીરા અને દાંડી જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ સેવાઓ 1 ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીથી  વડનગર અને વડનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, 2 રાઉન્ડઅમદાવાદથી પાવાગઢ અને પાવગઢથી અમદાવાદ, 2 રાઉન્ડગાંધીનગરથી દાંડી અને દાંડીથી ગાંધીનગર, 02 રાઉન્ડઅમદાવાદથી ધોળાવીરા  અને ધોળાવીરાથી અમદાવાદ, 1 રાઉન્ડ

આ ઉપરાંત સ્થાનિક રૂટમાં ભચાઉથી ધોળાવીરા, ધોળાવીરાથી રાપર, રાપરથી ધોળાવીરા, અંજાર-ધોળાવીરા-ખરોડા અને તેની રિટર્ન ટ્રીપ, ભુજ-ધોળાવીરા-ડુંગરાનીવાઢ અને તેની રિટર્ન ટ્રીપનો સમાવેશ થાય છે. આ બસો જે તે રૂટના મુખ્યમથક પર થઈને જશે. જેમ કે, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત વગેરે.