ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી પ્રકોપ યથાવત જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોનાના વધતા કેસ ચિંતાજનક છે. રાજકોટમાં કોરોનાનો મૃત્યુ દર રાજ્યમાં સૌથી વધુ જાેવા મળી રહ્યો છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા વધુ એક આઈએએસ અધિકારીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વધુ એખ ઓએસડીની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા રાજકોટમાં કોરોનાના વધતા કેસને લઇને ર્નિણય લેવામાં આવ્યો છે.

શહેરમાં વધુ એક આઈએએસ અધિકારીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. રાજય સરકારે વધુ એક ઓએસડીની નિમણૂંક કરી છે. કોરોનાના વધતા કેસને લઇને રાજ્ય સરકાર દ્વારા રવિન્દ્ર ખતાલેને ઓએસડી તરીકે રાજકોટની જવાબદારી સોંપાઇ છે. આમ કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે ર્નિણય લીધો છે. રાજકોટમાં કોરોનાથી મૃત્યુ દરમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજકોટમાં સૌથી વધુ કોરોનાથી મૃત્યુ થઈ રહ્યા છે.

રાજકોટમાં દરરોજ સરેરાશ ૧૦ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. એક જ દિવસમાં રાજકોટમાં ૧૧ લોકોના મૃત્યુ થયા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ૧૦ અને ખાનગી હોસ્પિટલમાં ૧ દર્દીનું મૃત્યુ થયું છે. કોરોનાના કારણે થયેલા મૃતકોમાં ૭ દર્દી શહેરના છે. જ્યારે ૨ જિલ્લા અને અન્ય ૨ દર્દી અન્ય જિલ્લાના છે. સતત વધી રહેલા મૃત્યુઆંક સામે તંત્ર પણ લાચાર છે. એવી પણ વિગતો સામે આવી રહી છે કે તંત્ર દ્વારા મૃત્યુઆંકના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. મળતી વિગતો મુજબ છેલ્લા ૧૦ દિવસમાં ૧૩૬ લોકોના મૃત્યુ થયા છે.