મુંબઈ-

નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્ક નફો ૩૨.૮% વધીને ૧૬૮૨.૪ કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કનો નફો ૧૨૬૬.૬ કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કની વ્યાજ આવક ૮% વધીને ૩૮૪૩ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કની વ્યાજ આવક ૩૫૫૯.૬ કરોડ રૂપિયા રહી હતી. 

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના ગ્રૉસ એનપીએ ૩.૨૭% ઘટીને ૩.૨૫% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના નેટ એનપીએ ૧.૨૪% થી ઘટીને ૧.૨૧% રહ્યા છે. રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના ગ્રૉસ એનપીએ ૪૯૨૮ કરોડ રૂપિયાથી વઘીને ૭૪૨૬ કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના નેટ એનપીએ ૧૦૬૪ કરોડ રૂપિયાથી વધીને ૨૭૦૫ કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના પ્રોવિઝન ૪૧૯ કરોડ રૂપિયાથી વધીને ૧૧૭૯ કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે ગત વર્ષ ચોથા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના પ્રોવિઝન ૧૦૪૭ કરોડ રૂપિયા રહ્યા છે.