વાઘોડીયા, તા.૨

તાલુકાના કોટંબી ગામ પાસેથી બીનવારસી ગાડીમાંથી વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બે લાખનો વિદેશી દારૃ મળી આવ્યો.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પોલીસ વાઘોડીયાના જરોદ પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે જરોદ- વડોદરા હાઇવે પર આવેલ કોટંબી ગામના બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા તે દરમ્યાન થોડે દુર એક ફોર્ડ કંપનીની સિલ્વર કલરની ફિગો ગાડી રોડની સાઈડમાં શંકાસ્પદ હાલતમાં છોડેલી મડી આવી હતી.

શંકાસ્પદ ગાડીનો દરવાજાે ખોલી અંદર તપાસ કરતા ગાડીના પાછળના ભાગે ડિક્કીમા જુદાજુદા માર્કની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૪૪૪ જેની કિમત૨, ૦૯૭૧૦ તથા ગાડીની કિંમત ર લાખ મળી કુલ ૪,૦૯,૭૧૦ રૂપિયાનો મુ્‌દામાલ કબ્જે કરી બીનવારસી ગાડી મુકી ને નાસી જનાર કાર ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરી તેની સામે ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.