સુરત-

શહેરમાં કોરોનાના રિકવરી રેટ 90 ટકા સુધી પહોંચી ગયો છે. સુરત શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ સાજા થયેલા દર્દીઓને પણ ફરી ઇન્ફેક્શનનું જોખમ ઊભું થયું છે. તેમજ સાજા થયેલા અનેક લોકોને શારીરિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, સાજા થયેલા દર્દીઓ કેટલાક મહિના બાદ હૃદય ,ફેફસા અને શ્વાસોશ્વાસની મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોવિડ ફોલોઅપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોવિડમાંથી સારા થયા બાદ જે તકલીફ થઈ રહી છે, તે શા માટે થાય છે, તેની માહિતી મેળવવામાં આવશે.

સુરત મનપાએ કોરોનામાં સાજા થયેલા લોકો માટે ફોલોઅપ સેન્ટર શરૂ કરશેકોરોના કાળમાં અત્યારસુધીમાં અંદાજે 1.34 લાખ પરપ્રાંતિય શ્રમિકો પરત આવ્યા બાદ ટેક્સટાઈલ ઉદ્યોગમાં સંક્રમણ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના કાળમાં કોવિડ સેન્ટરની સાથે સુરતના સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ ફોલોઅપ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોનાથી સારવારમાં સાજા થયેલા લોકોને પણ ફરી ઇન્ફેક્શનનું જોખમ હોય છે. સાજા થયેલા અનેક લોકોને શારીરિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.આવા લોકો માટે પાલિકા દ્વારા આ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે