વડોદરા : વાસણારોડ પર રહેતી સાધનસંપન્ન પટેલ પરિવારની યુવાન પુત્રીને ત્રણ વર્ષ અગાઉ સગીરાવસ્થા દરમિયાન વાસણારોડના એક મુસ્લીમ યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ લગ્ન કરવાની લાલચ આપી તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે અંગત પળોના ફોટા અને વિડીઓ રેકોર્ડિંગ કરી તેમજ બળાત્કારના કારણે સગીરા ગર્ભવતી બનતા તેનો ગર્ભપાત કરાવ્યો હતો. યુવતીએ તેની સાથે સંબંધો તોડી નાખવા છતા મુસ્લીમ યુવકે તેઓના અંગત પળોના ફોટા-વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે સંબંધો રાખવા માટે ધમકી આપતા આ બનાવની યુવતીએ આખરે જેપીરોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  

વાસણારોડ પર રહેતા સાધનસંપન્ન ગુજરાતી પટેલ પરિવારની ૨૦ વર્ષની મોના (નામ-સરનામું બદલ્યુ છે) હાલમાં કોલેજમાં અભ્યાસ કરે છે. ગત ફેબ્રુઆરી- ૨૦૧૭ના ગાળામાં તે ઈંગ્લીશ મિડિયમની સ્કુલમાં ધો. ૧૨માં અભ્યાસ કરતી હોઈ અટલાદરા કેનાલ પાસે આવેલા ટ્યુશન ક્લાસમાં જતી હતી. આ સમયે ક્લાસ નજીક મિત્રો સાથે બેસી રહેતો ૩૪ વર્ષીય મહંમદતોસીફ મહંમદશરીફ કાજી (એ-૮, ફિરોજનગર, બિનાનગર પાસે, સૈયદવાસણા રોડ)ની તેનાથી અડધી ઉમંરની મોના પર દાનત બગડી હતી.

તેણે મોનાનો વારંવાર પીછો કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. તેણે મોનાને ટ્યુશન ક્લાસ જતી અટકાવીને પોતાના ઘરે લઈ જઈ તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના કારણે મોના ગર્ભવતી બની હતી અને તેના પેટમાં ચાર માસનો ગર્ભ ઉછેરતો હોવાની જાણ થતાં મહંમદતોસીફે મોનાનો જીવ જાેખમમાં મુકી તેને ગોળીઓ ખવડાવીને ગેરકાયદે ગર્ભપાત કરાવ્યો હતો. બળાત્કાર દરમિયાન મહંમદતોસીફે તેના મોબાઈલમાં અંગત પળોના ફોટા પાડયા હતા અને ચુપકિદીથી મોબાઈલમાં રેકોર્ડિંગ પણ કર્યું હતું.

મહંમદતોસીફના શારીરિક શોષણનો ભોગ બની રહેલી મોના પુખ્તવયની થતા તેને પોતે લવજેહાદનો ભોગ બની હોવાનું ભાન થયું હતું અને તેણે હિમ્મતભેર તુરંત મુસ્લીમ યુવક સાથેના સંબંધોનો અંત લાવ્યો હતો. મોનાએ સંબંધો રાખવાનો ઈનકાર કરતા માથાભારે મહમંદતોસીફે તેઓના અંગત પળોના ફોટા અને વિડીઓ બતાવ્યા હતા અને તે વાયરલ કરી તેને બદનામ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે સંબંધો રાખવા માટે દબાણ કર્યું હતું. મોહંમદતોસીફના ત્રાસથી કંટાળીએ આખરે મોનાએ સમગ્ર બનાવની જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસ કરતા જેપી રોડ પીઆઈ ડી.કે.વાઘેલાએ જણાવ્યું હતું કે મહંમદતોસીફ વિરુધ્ધ અપહરણ, બળાત્કાર, ગેરકાયદે ગર્ભપાત, આઈટી એક્ટ, ધમકી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરાઈ છે અને કોરોના ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરાશે. વાસણારોડ પર છેલ્લા કેટલાક સમયથી સમપર્ણ સોસાયટીમાં અશાંત ધારાના મુદ્દે ચાલી રહેલા વિવાદમાં લવ જેહાદનો કિસ્સો સપાટી પર આવતા આ વિસ્તારના હિન્દુઓમાં ઉશ્કેરાટ ફેલાયો છે અને કેટલાક હિન્દુ સંગઠનોેએ યુવતીના પરિવારજનોને મળી તેઓને તમામ મદદની પણ ખાત્રી આપી છે.

નરાધમે અંગત પળોના ફોટા મોકલીને યુવતીની સગાઈ તોડી નંખાવી

સગીરાવસ્થામાં નાદાનીના કારણે લવજેહાદનો ભોગ બનેલી મોનાએ મહંમદતોસીફ સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ તાજેતરમાં તેની જ જ્ઞાતીના એક યુવક સાથે સગાઈ કરી હતી. મોનાની સગાઈ થઈ હોવાની જાણ થતાં જ નરાધમ મહંમદતોસીફે અંગતપળોના ફોટા અને વિડિઓ ક્લિપિંગ મોનાના ભાવિ સાસરીમાં મોકલી હતી જેના કારણે મોનાની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ પણ મંહમદતોસીફે મોના અને તેના પરિવારજનોને ધમકી આપી હતી કે મોનાનું જ્યાં પણ લગ્ન કરાવશો ત્યાં આ ફોટા મોકલાવીશ અને તમને મારી નાખીશ.