વાંસદા/ઉનાઈ તા.૨૫ 

વાંસદા તાલુકાના કુરેલીયા ગામે વર્ષોથી પીવાના પાણી માટે લોકોએ ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉનાળાની શરૂવાત પહેલાથી આ વિસ્તારમાં આવેલા ડુંગરી ફળિયામાં રહેતા રહીશોને પીવાના પાણી તથા ખેતીના માટે પાણી માટે વલખા મારવા પડતા હોય છે ઉનાળાની શરૂવાતમાં પાણીના બોર, કુવા સુખાભટ્ટ થાવથી પાણીની ખુબ મોટી સમસ્યા ઉભી થાય છે ખેતીના પાણીની તો વાતજ દૂર રહી પીવાના પાણી માટે અહીંના રહીશોને ખુબજ હાલાકી ભોગવવી પડી રહી હોય છે.

આ વિસ્તારમાં ઘણી જગ્યાઓ પર પીવાના પણ પાણીની તંગી વર્તાઈ રહી હોય પીવાનું પાણી પણ વેચાતું લેવું પડતું હોય છે ભીનાર પાસે આવેલા કુરેલીયા ગામે ડુંગરી ફળિયામાં આવેલા ૩૦જેટલા પરિવારોને પીવાના પાણીના ફાંફાં પડી રહ્યા ખેતી કરવાની તો વાતજ દૂર રહી પીવાના પાણી માટે કુરેલીયા ડુંગરી ફળિયાના રહીશો પિકઅપ ગાડી તથા મીની ટેક્ટરમાં પાણીની ટાંકી મૂકી ભીનાર ગામે ખેડૂતના ખેતરમાં આવેલા બોરમાંથી પીવાનું પાણી લાવતા હોવાનું જણાવ્યું હતું અહીંના રહીશોના જણાવ્યા અનુસાર ડાંગરની ખેતીમાટે માત્ર ને માત્ર વરસાદના પાણી પરજ નિર્ભર રહેવું પડે છે સિંચાઈના પાણીની અછતના કારણે દોઠ મહિના પહેલા નાખેલા ધરૂમાં જો હજુ પંદર દિવસ વરસાદ જો ન પડે તો અને પાણી ન મળે તો ડાંગરનું ધરૂ સુકાઈ જવાની ભીતિ અહીંના રહીશોને સતાવી રહી છે.સ્થાનિક ખેડૂત દોઠ મહિના પહેલા નાખેલું ડાંગરનું ધરૂ જો હસમુખભાઈ પટેલના જણાવ્યા અનુસાર હજુ પંદર દિવસ વરસાદ ન આવેતો ધરૂ સુકાઈ જવાથી નુકશાન થવાની ભીતિ છે. સ્થાનિક ગીરીશભાઈના જણાવ્યા અનુસાર ખેતી કરવા માટે પાણી તો છેજ નથી પણ પીવાના પાણીની પણ ખૂબ સમસ્યા સર્જાઇ છે.