ભુજ-

કચ્છના ભચાઉમાં સવારે 8 કલાક અને 18 મિનિટે અનુભવાયો આંચકો, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1ની નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. કચ્છમાં ઉપરા ઉપરી ભુકંપ ના આંચકાઓ આવી રહ્યા છે ત્યારે તે ચિંતા નો વિષય છે.સવારે 8.18 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ, ભચાઉથી 12 કિમી ઉત્તર ઉત્તર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સબંધીતો જણાવી રહ્યા છે આ ઘટના ને લઈ ફરી એકવાર લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ગભરાટ ફેલાયો હતો.