ભુજ-

રાજ્યભરમાં ભૂકંપના આંચકા યથાવત છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કચ્છ અને દિશામાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. કચ્છના દુધઈમાં ૧.૮, રાપરમાં ૧.૬ અને દિશામાં ૧.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગઈકાલે સવારે ૮:૩૨ વાગ્યે કચ્છના રાપરથી ૧૯ કિમી દૂર ૧.૮ની તીવ્રતાનો આંચકોનું કેન્દ્રબિંદુ નોર્થ, નોર્થ, ઇસ્ટ ખાતે ત્યારબાદ સાંજે ૫:૪૫ કલાકે નોર્થ ગુજરાતમાં દિશાથી ૧૫ કિમી દૂર કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે અને આજે મોડી રાતે ૧૨:૫૯ વાગ્યે કચ્છના રાપરથી ૧.૬ની તીવ્રતાનો આંચકોનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. રાજ્યમાં ચોમાસાના પ્રારંભથી જ ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.