કચ્છ,

કેન્દ્ર સરકાર દ્વારા ચાઇનીઝ ૫૯ એપ પર પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટિકટોકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે શાપર-વેરાવળમાં ગત ર૮મીના રોજ સર્વોદય હાઉસીંગ બાજુમાં ખાદી ગ્રામ ઉઘોગ વાળી જગ્યાની બાજુમાં આવેલા શિવ મંદીરમાં બે શખ્સોએ મૂર્તિને પાટુ મારી ખંડિત કરી ટીકટોક બનાવી વિડીયો સોશ્યિલ મીડીયામા વાયરલ કરનાર બન્ને શખ્સોની શાપર પોલીસે ધરપકડ કરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર વેરાવળમાં સર્વોદય હાઉસીંગ બાજુમાં ખાદી ગ્રામ ઉઘોગ વાળી જગ્યાએ આવેલા શિવજીના મંદિરમાં બે શખ્સોએ ટિકટોક વિડીયો બનાવવા માટે મૂર્તિને પાટુ મારી ખંડીત કરતો વીડીયો બનાવી જયેશ જીવણ ચુડાસમા અને દિનેશ ભીમા મહીડા નામના શખ્સોએ સોશ્યિલ મિડીયામાં વિડીયો વાયરલ કર્યો હતો. ધાર્મિક લાગણી દુભાતા વિડીયો વાયરલ કરનાર બન્ને શખ્સો શાપર બુઘ્ધનગરના હોવાનું જાણવા મળતા શાપર પોલીસે બન્ને વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટિકટોક એપ બંધ થયાના બે દિવસ અગાઉ જ જયેશ અને દિનેશે ધાર્મિક લાગણી દુભાવતો વિડિયો બનાવી વાયરલ કરવાનો ગુનો નોંધી બન્નેની અટકાયત કરી છે.