ભૂજ-

ખાવડામાં માટી નીચે ડટાઇ જવાથી 3 બાળકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગામ પાસે આવેલ નદીમાં 3 બાળકો રમવા ગયા હતા. નદી પાસે માટીનું દર બનાવી અંદર બેઠેલા બાળકો પર માટી ધસી પડતા દટાયા હતા. મોડે સુધી બાળકો પરત ના આવતા ગ્રામજનો દ્વારા શોધખોળ સમયે ત્રણે બાળકો દટાયેલી હાલતમાં મળ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પર પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી હતી. હુશેનીવાઢ ધ્રોબાના ગામમાં 3 બાળકોના મોતથી શોકનું મોજું ફરી વળ્યું હતું.

કચ્છના એક ગામમાં 3 બાળકોના મોતની ઘટના સામે આવી છે. ગામ નજીક આવેલી નદી પાસે રમવા ગયેલા બાળકો માટીમાં દટાયેલી હાલતમાં મળી આવ્યા હતા. જો કે, બાળકોના મોતના સમાચારથી આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે પોલીસે ઘટના સ્થળ પર પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કચ્છના  હુશેનીવાઢ ધ્રોબા ગામ નજીક આવેલી નદીની માટીમાં બાળકો રમવા ગયા હતા. નદીની માટીમાં બાળકો ઘર બનાવી અંદર રમતા હતા કે અચાનક માટી ધસી પડતા તેમાં બાળકો દટાઈ ગયા હતા. જો કે, બાળકો મોડે સુધી ઘરે પરત ના ફરતા માતા પિતા સહિત ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે નદીની માટીમાં દટાયેલી હાલતમાં બાળકો મળી આવતા માતા પિતાની હાલત કફોડી થઈ ગઈ હતી. ત્યારે આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસની એક ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને ત્રણેય બાળકોના મોતનું પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે ત્રણેય બાળકોનો મોતથી માતા પિતા સહિત હુશેનીવાઢ ધ્રોબા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.