ભુજ-

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” ની ૧૨ મી વાર્ષિક સાધારણ સભા આજે બુધવારે અંજારના APMC ના નવા આકાર પામી રહેલ શાક માર્કેટ ખાતે તેમજ અન્ય ૬ સ્થળોએ વર્ચ્યુયલી રીતે હતી જેમાં કેન્દ્રિય કેબિનેટ મંત્રી ડેરી પશુપાલન અને મત્સૌધ્યોગ પરશોત્તમ રૂપાલા સહિતના આગેવાનોના હસ્તે ,એ સાધારણ સભામાં દૂધ સંઘ દ્વારા વર્ષ દરમીયાન સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકો, મહિલા દૂધ મંડળીઓ, તેમજ સામાન્ય મંડળીઓને ઈનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રિય કેબિનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યુ હતું કે કચ્છ જિલ્લાએ પશુપાલન ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ કરી છે અને આગામી સમયમાં પણ પશુપાલકોના હિત લક્ષી નિર્ણયો માટે કટિબધ્ધ છે. અ વર્ષ દરમિયાન દૂધ સંઘની પ્રગતિ, સુચારું પારદર્શક વહીવટ માટે ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ અને તમામ સભાસદોને અભિનંદન આપ્યા હતા. મુખ્યત્વે દૂધ સંઘે ગત વર્ષ દરમિયાન ૪૧% ના ગ્રોથ સાથે ૭૮૫ કરોડ રૂપિયાની ટર્ન ઓવર કરેલ છે તેમજ ચાલુ વર્ષે ૧ હાજર કરોડના ટર્ન ઓવરનો લક્ષ્યાંક રાખીએ છીએ પશુપાલકોના વીમાની રકમ ૧ લાખ થી વધારી અને ૨ લાખ કરવા, બેન્ક સાથે ટાઈ-અપ કરી અને પશુપાલકોને ઓછા વ્યાજ દરે ૫૦ કરોડ પશુ ધિરાણની સવલત, દૂધ સંઘના કર્મચારીઓને કાયમી - પગાર વધારાની તેમજ - દૂધ સંઘના કર્મચારીઓને ૨૦ લાખનો ટર્મ વીમા પ્લાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 

 GCMMF ના મેનેજીંગ ડિરેક્ટર ડૉ.આર.એસ.સોઢીશ્રી જણાવ્યુ હતું કે માત્ર ૧૨ વર્ષના ટૂંકા ગાળામાં જ કચ્છ દૂધ સંઘ ગુજરાતમાં સૌથી વધુ ભાવ આપતો દૂધ સંઘ બની ગયો છે. અન્ય સંઘો વાર્ષિક ૮%ના વૃદ્ધિ દરથી દુધ સંપાદન કરે છે. જ્યારે કચ્છ જિલ્લાની સરહદ ડેરી ૨૪ %ના વાર્ષિક વૃદ્ધિ દરથી દુધ સંપાદન કરે છે. જ્યારે દુધના ભાવો બાબતે પણ અન્ય સંઘો ૭%ના દરે વાર્ષિક ભાવો વધારો જોવા મળેલ છે. જ્યારે સરહદ ડેરીમાં ૮%ના દરે વાર્ષિક દુધના ભાવોમાં વધારો કરતાં જોવા મળેલ છે. દૂધ ઉત્પાદન તથા દૂધના ભાવો એમ બંન્ને બાબતોમાં રાજ્યના અન્ય સંઘો કરતાં મોખરે છે. જેનો શ્રેય સક્ષમ નેતૃત્વને જાય છે.